કોરોના વાયરસને લઈ ઉભુ થશે ભયંકર સંકટ, મોટી ભવિષ્યવાણી કે દુનિયાના 30 દેશો પર ઉભુ થશે ભયંકર સંકટ

0

નરી આંખે નજરે પણ ના પડતા કોરોના વાયરસે દુનિયા આખીને ઘુંટણીયે લાવી દીધી છે. મૃતાંક 2 લાખની આસપાસ પહોંચવા આવ્યો છે જ્યારે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા અધધ 25 લાખને પાર કરી ગઈ છે. જોકે કોરોના આ ઉપરાંત પણ દુનિયા આખી માટે આવનાર ભવિષ્યમાં ભયંકર પડકારો ઉભા કરશે.

કોરોના સંકટ વધુ તીવ્ર બની રહ્યું છે. જીવલેણ કોરોના વાયરસથી સુપર પાવર અમેરિકા જેવા દેશોની અર્થવ્યવસ્થાને ચીન, સ્પેન, બ્રિટન અને ઇટાલીને જોરદાર ઝટકો લાગ્યો છે. ઘણા દેશોની આર્થિક પરિસ્થિતિ એટલી હદે હચમચી ગઈ છે કે હવે ત્યાં ખાવાની સમસ્યા છે કે પછી ભવિષ્યમાં ઉભી થવાની સમસ્યા છે.

મહામંદીના પણ અણસાર?

જેમાં ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર જ નહીં પણ ચેપની સાંકળ તોડવાનો, ભુખમરા, બેકારી, દુષ્કાળ, અછત સહિતના પડકારોથી લોકોની મુશ્કેલીઓ પારાવાર વધશે. સંયુક્ત રાષ્ટ્રએ હવે કોરોનાને લઈ નવી ચેતવણી જાહેર કરતા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડાએ દાવો કર્યો છે કે, કોરોના રોગચાળો પણ ભૂખમરો ફેલાવશે, જે વિશ્વના 250 કરોડથી વધુ લોકોને અસર કરશે. દુનિયાના 30 દેશો માટે ગંભીર સંકય ઉભુ થશે.

આ પણ વાંચો -  મીઠાના ઉદ્યોગો: આ વખતે મીઠાના ઉત્પાદનમાં 15 ટકાનો ઘટાડો થશે, પરંતુ ભાવમાં વધારો થશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here