યોગી આદિત્યનાથના મૃતક પિતાના નામે ખોટું બોલતા ધારાસભ્ય ઝડપાયા! યોગી સરકાર કાર્યવાહી કરશે?

0

કોરકોના મહામારીને લઈને છેલ્લા ૪૨ દિવસથી દેશમાં ચાલી રહેલા લોકડાઉં દરમિયાન લોકડાઉં ભાંગના અગણિત કિસ્સાઓ અને ફરિયાદો સામે આવી છે ને પોલીસ તંત્રએ કાર્યવાહી પણ કરી છે પરંતુ એક એવો મામલો સામે આવ્યો છે કે જેમાં લોકડાઉનનો ભંગ કરવા માટે યોગી આદિત્યનાથના મૃતક પિતાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો અને ભંગ કરનાર વ્યક્તિ પણ ચૂંટાયેલ ધારાસભ્ય છે ત્યારે આ મામલો વધુ ગરમાયો છે.

સમગ્ર મામલો જોઈએ તો ઉત્તરપ્રદેશના અપક્ષ ધારાસભ્ય આનંદમણિ ત્રિપાઠી પોતાઈ કારમાં રસ્તા પર જય રહ્યા હતા. લોકડાઉં દરમિયાન બહાર નીકળવાની મનાઈ હોઈ, પોલીસે કારણે રોકીને પૂછપરછ કરતા ધારાસભ્યએ યોગી આદિત્યનાથના મૃતક પિતાના નામનો ઉપયૉગ કર્યો હતો. આનંદમણિ ત્રિપાઠીએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ યોગી આદિત્યનાથના પિતાના પિતૃકાર્ય માટે બદ્રીનાથ જય રહ્યા છે. પરંતુ પોલીસને શંકા જતા તાપસ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આ પણ વાંચો -   નવા પોલીસ કમિશ્નરશ્રી અજય તોમરને કાયદો અને વ્યવસ્થાના વિવિધ પ્રશ્નો સંદર્ભે ચેમ્બરની રજૂઆતો

પોલીસે તાપસ હાથ ધરતા સામે આવ્યું હતું કે યોગી આદિત્યનાથના પિતાશ્રીના નિધન બાદ તેઓનું પિતૃકાર્ય સંપન્ન કરી દેવામાં આવ્યું છે અને આ ઉપરાંત ધારાસભ્ય ખોટું બોલતા એટલા અંતે ઝડપાઇ ગયા હતા કે તેઓએ પોલીસને બદ્રીનાથ જવાનું કહી રહ્યા હતા, પરંતુ બદ્રીનાથ ખાતે ભગવાન બદ્રીનાથ મંદિરના દ્વાર હજુ કહુંક્યાં જ નથી. આમ ધારાસભ્ય લોકડાઉનના ભંગ માટે ખોટું બોલતા ઝડપાઇ ગયા હતા અને ઉત્ત્તરાખંડ પોલિસે ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધીને તાપસ હાથ ધરી છે.

યોગી આદિત્યનાથના પૂર્વાશ્રમના પરિવાર સાથે આ મામલે વાત કરતા તેમને જણાવ્યું હતું કે યોગીના પિતાશ્રીનું પિતૃકાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ યોગી આદિત્યનાથ સરકારે પણ આવી કોઈ મંજૂરી આપી હોવાનો નનૈયો ભણ્યો છે ટાયરે અહીં સહુથી મોટો સવાલ એ છે કે ધારાસભ્યને મંજૂરી આપી કોણે? યોગી આદિત્યનાથ સરકારે આ મામલે તાપસ કરીને કાર્યવાહી હાથ ધરશે એ બીજો મોટો સવાલ છે.

આ પણ વાંચો -  રામ મંદિર ભૂમિપૂજન: રામ માધવે કહ્યું કે, રામ દેશના દરેક ભારતીય માટે આદર્શ માણસ છે.

અત્રે ઉલ્લખનીય છે કે જયારે સામાન્ય માણસ કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરે છે જે સરાહનીય બાબત છે, પરંતુ લોકશાહીમાં ધારાસભ્ય પણ એક સામાન્ય નાગરિક જ છે તો ધારાસભ્ય વિરુદ્ધ પણ એટલી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો પોતાની સત્તા અને પવારને કારણે સજાથી બચી જતા હોઈ છે ત્યારે હવે આ મામલે આનંદમણિ ત્રિપાઠી પર કાર્યવાહી થઇ છે કે કેમ એ જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here