લોકડાઉનની અસર શરુ! પેટ્રોલ-ડિઝલમાં 10 અને 13 નો જંગી વધારો! જનતાને પડશે ફર્ક?

0

કોરોના મહામારીને કારણે છેલ્લા ૪૩ દિવસથી ચાલી રહેલા લોકડાઉનના કારણે દેશનું અર્થતંત્ર ખસ્તાહાલ થયું છે અને હવે સરકાર અર્થતંત્રને બચાવવા માટે કઈ પણ કરવા તૈયાર હોઈ છે પહેલા તો દારૂની દુકાનોને છૂટ આપી દીધી હતી જેથી કરીને દારૂના કારણે સરકારને મોટી આવક થાય અને અર્થતંત્રને થોડો વેગ મળે આ બાળ હવે સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્ર સરકારે પેટ્રોલ આ ને ડીઝલમાં ભાવમાં એકસાથે જંગી વધારાનું પગલું ભર્યું છે.

પ્રાપ્ય વિગતો અનુસાર કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. પેટ્રોલ પર લિટર દીઠ 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. આ પરિવર્તનનો અમલ આજે મધ્યરાત્રિથી કરવામાં આવ્યો છે.

જો કે આમ હાલ તો સામાન્ય માણસો માટે સારા સમાચાર એ છે એ છે કે હાલ પુતરું આ ભાવવધારાની અસર તમારા ખિસ્સા પર નહિ પડે કારણકે અત્યારે તો ઓઇલ કંપનીઓ ખુદ ભાવ વધારાની ભરપાઇ કરશે અને પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમત સમાન રહેશે પરંતુ આખરે ખાનગી ઓઇલ કંપનીઓ પણ ક્યાં સુધી આટલું નુકશાન ભોગવે છે એ જોવું રહ્યું અને છેલ્લે તો માર જનતાને જ પાડવાનો છે.

આ પણ વાંચો -  અમદાવાદ શહેરમાં કોરોનાથી 24 કલાકમાં 17 લોકો માર્યા ગયા, અત્યાર સુધી 619 લોકોએ જીવ ગુમાવ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે આખા વિશ્વમાં લોકડાઉનને કારણે ક્રૂડ ઓઇલના વપરાશમાં મોટો ઘટાડો થયો છે, પરંતુ તેલના ઉત્પાદનમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી, તેથી વિશ્વના ઓઇલ માર્કેટમાં મંદી છે અને તેલના ભાવ નીચે આવી ગયા છે. ભારતીય તેલ કંપનીઓ ઓછા ભાવે તેલ ખરીદીને તેનો લાભ લઈ રહી છે. આ ફેરફારમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટર રૂ. 8નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.2 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 5ની વધારાની ડ્યૂટી પણ લગાવાઈ છે. આ રીતે, પેટ્રોલના ભાવમાં 10 રૂપિયા અને ડીઝલના ભાવમાં 13 રૂપિયા વધારો થયો છે.

આમ રાજ્ય સરકારે નુક્શાનની ભરપાઈ કરવા દારૂનો સહારો લીધો છે તો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલમાં ભાવમાં જંગો વધારો કરીને નુકશાની ભરપાઈ કરવાની શરૂઆત કરી દીધી છે અને અર્થતંત્રને પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકારે હજુ આવા ઘણાં આકરા પગલાં ભરવા પડશે જેથી જનતાએ મોંઘવારી અને ભાવવધારાનો માર સહન કરવા કદાચ તૈયાર રહેવું પડશે કારણકે કોરોના સંકટ સામે આપણી જીત થાઈ પછી તરત જ બીજું એક સંકટ કે જે અર્થવ્યવસ્થા પર આવ્યું છે તેની સામે લડવાનું છે આપણી કમાણીના ભોગે

આ પણ વાંચો -  મહાભારતમાં ભગવાન ઇન્દ્ર તરીકે અભિનય કરનાર અભિનેતા સતિષ કૌલે, ઉદ્યોગના લોકોને મદદ માટે અપીલ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here