ચીની એપ્સ વિરુદ્ધ અમેરિકા નો મોટો નિર્ણય, 20 સપ્ટેમ્બર થી બેન થશે Tik Tok અને WeChat

0

ભારત બાદ હવે અમેરિકા માં પણ ચીની વિડિઓ એપ ટિકટોક અને મેસેજિંગ એપ વીચેટ બેન થવા જઈ રહ્યા છે. અમેરિકી વાણિજ્ય વિભાગે શુક્રવારે તેને જોડાયેલો આદેશ કર્યો છે. તે આદેશ પ્રમાણે 20 સપ્ટેમ્બર થી WeChat અને TikTok ની ડાઉનલોડિંગ અમેરિકા માં બંધ થઇ જશે.

રાષ્ટ્રીય સુરક્ષા ને ખતરો જણાવ્યો

સંયુક્ત રાજ્ય અમેરિકા એ રાષ્ટ્રીય સુરક્ષા ને ખતરો બતાવતા ટિકટોક ના ડાઉનલોડ અને વીચેટ ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. વાણિજ્ય સચિવ વિલ્બર રોસે એક બયાન માં કહ્યુ, “ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી એ રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ અને અમેરિકા ની અર્થવ્યવસ્થા ને ખતરા માં નાખવા માટે આ એપ્સ નો ઉપયોગ કર્યો છે.”

Trump bans business with Chinese owners of TikTok, WeChat for US residents  - trump bans business with chinese owners of tiktok wechat for us residents

હાલ ના ટિકટોક યુઝર્સ 12 નવેમ્બર સુધી ચલાવી શકશે એપ

અમેરિકી પ્રશાસન ના આ નિર્ણય બાદ હવે 20 સપ્ટેમ્બર થી દેશ માં વીચેટ અને ટિકટોક એપ્સ ગૂગલ અને એપલ તરફથી સંચાલિત ઓનલાઈન માર્કેટપ્લેસ થી હટાવી દેવાશે. વીચેટ અમેરિકા માં રવિવાર થી પ્રભાવી રૂપ થી બંધ થઈ જશે, પરંતુ હાલના ટિકટોક યુઝર્સ 12 નવેમ્બર સુધી એપ નો ઉપયોગ કરી શકશે. ત્યારબાદ અમેરિકા માં પૂર્ણ રીતે બંધ થઈ જશે.

ટિકટોક ના કોઈ પણ સોદા પર હસ્તાક્ષર કરવા હું તૈયાર નથી : ડોનાલ્ડ ટ્રમ્પ

આની પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ ચીની વિડિઓ એપ ટિકટોક ના વેચાણ ને લઈને કરવામાં આવેલ કોઈ પણ સોદા પર ત્યાંસુધી હસ્તાક્ષર કરવા તૈયાર નથી જ્યાંસુધી તે પ્રસ્તાવને જોઈ નહીં. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યુ હતુ, ‘જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષા ની વાત છે તો આ સોદો 100 ટકા ન થવો જોઈએ. હું ક્યાંય પણ હસ્તાક્ષર કરવા તૈયાર નથી. મારે સોદો જોવો છે. અમારે સુરક્ષા ની જરૂર છે, ખાસ કરીને ચીન સાથે જે અમે જોયુ છે.’

Trump Executive Orders Target TikTok, WeChat Apps - WSJ  - 080720tiktokwechat 512x288

છ ઓગસ્ટ ના, ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા જે 45 દિવસો માટે પ્રભાવી હતા. જેમાં ચીન ની કંપની બાઈટડાન્સ સાથે કોઈ પણ અમેરિકી લેતી-દેતી માટે પ્રતિબંધ લગાવ્યો હતો.

14 ઓગસ્ટ ના, અમેરિકી રાષ્ટ્રપતિ એ એક બીજો કાર્યકારી આદેશ બહાર પડ્યો, જેમાં 90 દિવસો ની અંદર ટિકટોક એ પોતાનુ સંચાલન અમેરિકી કંપની ને આપવાનુ હતુ. સ્પુતનિક એ જણાવ્યુ કે અમેરિકી સોફ્ટવેર કંપની ઓરેકલ બાઈટડાન્સ થી ટિકટોક ના અમેરિકી સંચાલન ના અધિગ્રહણ કરવા માટે બોલી માં સૌથી આગળ નીકળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here