ચીન કોઈ નુ પણ સગુ થઇ શકે નહીં. તે કોઈ પણ દેશ સાથે મિત્રતા હોવાનો ઢોંગ કરે છે, તેને ખૂબ જ જલ્દી દુશ્મન પણ બનાવી લે છે. ચીનની આ જૂની ટેવ છે. ચીન તેની વિસ્તારવાદી નીતિ ને લઈને કોઈ પણ હદ સુધી જઇ શકે છે. આખી દુનિયા તે જાણે છે.
ચીને નેપાળ પણ ને પણ ના છોડ્યુ
દોસ્ત બનાવી ને દુશ્મન નુ પાત્ર ભજવવા વાળા ચીને નેપાળ ને પણ ના છોડ્યુ. નેપાળી મીડિયાના અહેવાલો અનુસાર, ચીને નેપાળની ધરતી પર 11 ઇમારતો નુ નિર્માણ કર્યુ છે. બંને દેશો વચ્ચેની સીમા વિવાદની શરૂઆત થઈ ગઈ છે.
વર્ષ 2005 માં તે વિસ્તારમાં એક ઝૂંપડુ હતુ
તાજેતરમાં આ વિસ્તારની મુલાકાતે આવેલા નેપાળના અધિકારીઓના જણાવ્યા મુજબ 2005 માં તે વિસ્તારમાં એક ઝૂંપડુ હતુ. રવિવારે તેમની ટીમના અધિકારીઓ સાથે આ વિસ્તારની મુલાકાતે આવેલા નામ્ખા રૂરલ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બિષ્ણુ બહાદુર તમાંગે કહ્યુ હતુ કે, ‘ચીની પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ જે ક્ષેત્રમાં મકાનો બનાવી રહ્યા છે તે તેમના અધિકારક્ષેત્રમાં આવે છે.’
વિવાદિત વિસ્તારની આ 11 ઇમારતમાંથી એકમાં સુરક્ષા દળો રહે છે
જો કે, તમંગે કહ્યું કે, નેપાળની સરહદ ઇમારતથી ઉત્તર બાજુ બે કિલોમીટર આગળ છે. તે જ સમયે, કાઠમંડુ પોસ્ટ મુજબ, સુરક્ષા દળો વિવાદિત વિસ્તારમાં આ 11 બિલ્ડિંગોમાંથી એકમાં રહે છે, જ્યારે બાકીની જગ્યાઓ ખાલી છે. ચીની સુરક્ષા અને સરહદ દળો દ્વારા નેપાળના ગૃહ મંત્રાલયને ઇમારતોના નિર્માણ અંગેની માહિતી આપવામાં આવી છે.
તમંગે કહ્યુ, ‘અમે વિવાદિત વિસ્તારમાં દોઢ કલાક વિતાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ, એક ચીની સૈન્યની ટીમ અને સુરક્ષા દળો આવ્યા અને કહ્યુ કે તેઓની સરહદ માં વાટાઘાટો કરી શકશે નહીં. તે પછી અમે ત્યાંથી પાછા આવ્યા. અમે તે ક્ષેત્ર અમારી સીમાની અંદર હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેઓએ અમને નકશો બતાવ્યો અને કહ્યુ કે આ તેમની સરહદની અંદરનો વિસ્તાર છે.’
ગૃહમંત્રાલય હરકત માં
આ બાબત ની જાણકારી મળતાની સાથે ગૃહમંત્રાલયે સરકારી અધિકારીઓ, સુરક્ષા એજન્સી ના પ્રમુખ, નામ્ખા ગ્રામીણ નગરપાલિકા ના સ્થાનિક સરકારી પ્રતિનિધિઓ ને નિરીક્ષણ કરી ને એક રિપોર્ટ બનાવવા માટે ત્યાં મોકલ્યા. આ અઠવાડિયા ના અંત સુધી માં રિપોર્ટ આવવાની શક્યતા છે.