સંપૂર્ણ લોકડાઉન છતાં અમદાવાદમાં દારૂના અડ્ડાઓ કોની દયાથી ધમધમે છે?

0

કોરોના વાયરસને લઈને સંગાર દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને આ તબક્કામાં કેન્દ્ર સરકારે કેટલીક છૂટછાટ પણ આપી છે પરંતુ ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમને કારણે ફરી એક વખત કોઈ પણ છૂટછાટ વગરનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે પરંતુ એ વચ્ચે એવા વિડીયો સામે આવ્યા છે કે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની આબરૂના લિરા ઉડી ગયા છે.

એક તો ગુજરાત સરકાર ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીનો અમલ થઇ રહ્યો હોવાના બંગા ફૂંકતી આવી છે ત્યારે બીજી તરફ અમદાવાદમા અસંપૂર્ણ લોકડાઉન છતાં પણ દારૂના અડ્ડાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે તેવા વિડીયો વાયરલ થયા છે અને આ વીડિયોએ પોલીસ વિભાગ અને બુટલેગરોની કથિત મિલીભગતની ફરી એક વખત પોલ ખોલી નાંખી છે.

રાજ્ય પોલીસ વડાએ તાજેતરમાં જ લોકડાઉનમાં પણ દારૂબંધી કડક હોવાની વાત કરી હતી. પરંતુ શહેરમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. જેના વીડિયો સામે આવ્યા છે. લોકડાઉનની વચ્ચે બુટલેગરો પોલીસની રહેમનજર હેઠળ રોજનો નફો કમાઈ રહ્યાં છે.

વાયરલ વીડિયોની વાત કરીયે તો અમદાવાદમાં લોકડાઉનની વચ્ચે પણ લોકો માસ્ક પહેરીને અડ્ડા પર જઈને દારૂ પીય રહ્યા છે એવું વીડિયોમાં જોવા મળ્યું હતું. ચાંદખેડા પોલીસની હદમાં આવતાં ઉમા ભવાની ક્રોસિંગ પાસે ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડો ચાલુ જોવા મળ્યો હતો. બુટલેગરના અડ્ડા પર લોકો માસ્ક પહેરી અને દારૂ પીવા આવતાં વીડિયોમાં નજરે પડ્યા છે.આ ઉપરાંત અમદાવાદના ગોમતીપુરમાં વિક્રમમીલમાં બુટલેગરો દારૂ વેચતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

ગોમતીપુરમાં બુટલેગરો લોકડાઉનમાં પણ દેશી દારુનો ધંધો કરી રહ્યા છે જેનો વિડીયો સોશિયલ મીડીયા પર વાઇરલ થયો છે. ત્રણેય બુટલેગરનો એક માણસ વિક્રમમીલ કમ્પાઉન્ડમાં દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. બુટલેગરો દિવસે વિક્રમમીલમાં રાત્રે પઠાણની ચાલીમાં અને સવારે મહાવીર હોટલની સામે દારૂ વેચી રહ્યા છે.

પોલીસની રહેમનજર : રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝા વારંવાર પ્રેસકોન્ફરન્સ કરીને લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો હોવાની વાત કરે છે. પરંતુ લોકડાઉનમાં બાવળની ઝાડીઓ અને નાની ઓરડીઓમાં સ્થાનિક ચાંદખેડા પોલીસ સ્ટેશનના વહીવટદાર અને પીઆઇની રહેમનજર હેઠળ દારૂના અડ્ડાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે.

રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ લોકડાઉનમાં દારૂના અડ્ડાઓ મામલે ગઈકાલે જણાવ્યું હતું કે દારૂના અડ્ડાઓ ચાલતા હોય તો પોલીસ કમિશનરના ધ્યાને મુકો અથવા મારા સ્ટેટ મોનિટરિંગ સેલને જાણ કરો અમે કાર્યવાહી કરીશું પરંતુ આપણે સહુ જાણીયે છીએ કેવી કાર્યવાહી થાય છે.

દારૂના ધંધામાં પોલીસ જ ભાગીદાર હોવાનો તાજેતરમાં ખુલાસો થયો છે.ત્યારે હવે પોલીસ કમિશનર આવા વહીવટદાર સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે કે તેમને સાચવે છે તેના પર સવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનના સંકટમાં પોલીસ વિભાગના કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે અને પોલીસ વિભાગ કોરોના મામલે ખુબ જ ગંભીરતાહી કામ કરી રહ્યો હોવાના દવા કરવામાં આવે છે પરંતુ કે રીતે પોલીસની રહેમનજર હેઠળ અમદાવાદમાં પોલીસની રહેમનજર હેઠળ ચુસ્ત લોકડાઉનમાં પણ દારૂના અડ્ડાઓ ધમધમે છે એ જોતા પોલીસ વિભાની આબરૂ છડેચોક લીલામ થઇ રહી છે.

અમદવાદમાં ગઈ કાલે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી જેમાં સ્પશ કહેવામાં આવ્યું હતું કે દૂધ અને દવા સિવાય કઈ જ નહિ મળે પરંતુ દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાના વિડીયો વાયરલ થયા બાદ લોકોએ કટાક્ષ કર્યો હતો કે અનાજ કરિયાણું કે શાકભાજી નહિ મળે, પરંતુ ગાંધીમાં ગુજરાતમાં લોકડાઉનમાં પણ દારૂ આસાનીથી મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here