સુશાંત કેસમાં મોટી લાપરવાહી સામે આવી, વિસરા નો ડ્રગ્સ ટેસ્ટ કરવા માં નહતો આવ્યો..

0

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ ફોરેન્સિક લેબની મોટી બેદરકારી પ્રકાશમાં આવી છે. મુંબઈ ફોરેન્સિક લેબને ખબર ન હતી કે સુશાંતને ડ્રગ્સ આપવામાં આવ્યા હતા કે નહીં. પરિવારે આરોપ લગાવ્યો છે કે સુશાંતને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યા છે. આ લેબોરેટરી માં હાઈ પ્રેસર પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પરીક્ષણ નથી કર્યુ અને ફક્ત સુશાંતના નિયમિત વિસરાનુ જ પરીક્ષણ કર્યુ છે.

હવે સીબીઆઈ તપાસ કરી રહી છે કે મુંબઈ એફએસએલએ આવુ કેમ કર્યુ. આ સિવાય એઈમ્સના ડોકટરો પણ આ વિશે સવાલો ઉભા કરી રહ્યા છે. અગાઉ, એઇમ્સ વતી સુશાંત કેસની તપાસ કર્યા પછી, રિપોર્ટ સીબીઆઈને સુપરત કરાયો હતો. સુશાંત કેસની તપાસ કરી રહેલા એઈમ્સ મેડિકલ બોર્ડના વડા Dr. સુધીર ગુપ્તાના કહેવા મુજબ, આ મામલે એઈમ્સ અને સીબીઆઈ બંનેએ સાથે મળીને કામ કર્યુ છે, બંને સહમત થયા છે પરંતુ તેમ છતા વિચાર – વિમર્શ કરવાની જરૂર છે. જોકે સુશાંતના શરીરમાં ઝેર મળી આવ્યુ નથી, પરંતુ હજી પણ તે હત્યા છે કે આત્મહત્યા છે તે કહી શકાય નહીં.

સુશાંતના રૂમમાં થયેલા ડમી ટ્રાયલના અહેવાલની પણ સીબીઆઈ રાહ જોઇ રહી છે

અગાઉ સીબીઆઈએ સુશાંતના રૂમમાં જઈને ડમી ટ્રાયલ લીધી હતી, તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ સિવાય સીબીઆઇ કેટલાક અહેવાલોની રાહ જોઈ રહ્યુ છે. સુશાંત કેસના વિલંબ અંગે સીબીઆઈએ કહ્યુ હતુ કે આ કેસની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે, તેથી તે સમય લેશે. આ કેસમાં સીબીઆઈ, એનસીબી અને ઇડી સહિત ત્રણ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે.

એનસીબી આ મામલે ખૂબ આગળ નીકળી ગયુ છે અને રિયા ચક્રવર્તી અને તેના ભાઈની ધરપકડ બાદ સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન જેવી અભિનેત્રીઓ ની પણ પૂછતાછ કરી ચુક્યુ છે. આ સિવાય એનસીબી ટૂંક સમયમાં બોલીવુડના ત્રણ ટોચના કલાકારો સાથે પણ પૂછપરછ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here