પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતા 17 વર્ષના યશસ્વી જયસ્વાલે વન ડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો!

0
24

મુંબઈના ૧૭ વર્ષીય યશસ્વી જયસ્વાલે વિજય હઝારે ટ્રોફી વન ડેમાં ઝારખંડ સામેની મેચમાં ૧૫૪ બોલમાં ૧૨ છગ્ગા અને ૧૭ ચોગ્ગા સાથે ૨૦૩ રન ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે યશસ્વી લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી યુવા વયે બેવડી સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ બેટસમેન બની ગયો છે.

આ અગાઉ સાઉથ આફ્રિકાના એલન બારોવના નામે આ રેકોર્ડ હતો. જેણે ઈ.સ. ૧૯૭૫માં સાઉથ આફ્રિકાના ઘરઆંગણાના ક્રિકેટમાં ૨૦ વર્ષ અને ૨૭૩ દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે અગાઉના રેકોર્ડમાં ત્રણ વર્ષનો સુધારો કર્યો હતો. યશસ્વીએ ૧૭ વર્ષ અને ૨૯૨ દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતા 17 વર્ષના યશસ્વી જયસ્વાલે વન ડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો! પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતા 17 વર્ષના યશસ્વી જયસ્વાલે વન ડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો! 934bac52 f041 11e9 be9e d0f913dac911 300x169

કારકિર્દીમાં પહેલી વખત વિજય હઝારે ટ્રોફી સિઝનમાં રમી રહેલા યશસ્વીએ આરોન અને નદીમ જેવા ક્વોલિટી બોલરો ધરાવતી ઝારખંડની ટીમ સામે ઝમકદાર ઈનિંગ રમી હતી. તેનો સાથ આપતાં આદિત્ય તારેએ ૭૮ રન નોંધાવ્યા હતા, જેમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગો સામેલ હતા. તિવારીએ બે વિકેટ ઝડપી હતી. મુંબઈની ટીમે આ સાથે ત્રણ વિકેટે ૩૫૮ રનનો વિરાટ સ્કોર ખડો કર્યો હતો. જવાબમાં ઝારખંડની ટીમ ૩૧૯માં સમેટાઈ હતી, જેમાં વિરાટ સિંઘના ૭૭ બોલમાં ૧૦૦ રન સામેલ હતા. ધવલ કુલકર્ણીએ પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે યશસ્વીએ હઝારે ટ્રોફી ૨૦૧૯માં પાંચ મેચમાં ૫૮૫ રન ફટકાર્યા છે અને તમિલનાડુના બાબા અપરાજીતને પાછળ રાખી દીધો છે.

યશસ્વી પાણીપૂરી વેચીને ગુજરાન ચલાવતો

૧૦ વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના ભદોહીથી નીકળીને માયાનગરી મુંબઈમાં ક્રિકેટર તરીકેની ઓળખ ઉભી કરવા આવેલા યશસ્વીને શરૃઆતમાં એક ગ્રાઉન્ડમેનની સાથે ટેન્ટમાં રહેવું પડયું હતુ. પોતાના પેટનો ખાડો પૂરવા માટે યશસ્વી આઝાદ મેદાનમાં રામલીલા થાય ત્યારે પાણીપૂરી તેમજ ફળ વેચતો. મુશ્કેલીઓ છતાં તેણે ક્રિકેટ રમવાનું જારી રાખ્યું. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન યશસ્વીનો મિત્ર છે અને અર્જુને જ તેના પિતા સાથે યશસ્વીની મુલાકાત કરાવી હતી, જે પછી તેંડુલકરે તેને પોતાનું બેટ ભેટમાં આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here