અમદાવાદમાં આજે એક દિવસમાં 269 નવા પોઝટિવ કેસ! જાણો ગુજરાતનો આંકડો ક્યાં પહોંચ્યો?

0

ગુજરાતમાં આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા 390 કેસ સામે આવ્યા છે જે પૈકી 269 કેસ ફક્ત અમદાવાદ શહેરમાંથી સામે આવતા ગુજરાતની ચિંતામાં વધારો થયો છે.

અને એક દિવસમાં ૨૪ મોટ થયા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિબભાગના આગરા સાચીબા જયંતિ રવિએ આજે માહિતી આપી છે એ મુજબ ગુજરાત છેલ્લા ૨૪ કલાકમાં નવા 390 કેસ સામે આવતા ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 7403 એ પહોંચી જતા અને કુલ મોતનો આંકડો 449 એ પહોંચી જતા રાજ્ય માટે ચિંતા વધી છે.

આજે નવા આવેલા ૩૯૦ કેસની વિગતો જોઈએ તો અમદાવાદમાં 269, વડોદરા-સુરતમાં 25, ગાંધીનગરમાં 9, બનાસકાંઠામાં 8, બોટાદમાં 3, ખેડા-જામનગર-સાબરકાંઠામાં 7, અરવલ્લીમાં 20 અને ભાવનગર-આણંદ-ગીર સોમનાથ- મહીસાગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંક 7403 થયો છે.

આ પણ વાંચો -  સુશાંતની ભત્રીજીએ કર્યો સુશાંતના કુતરાનો એક ભાવુક વિડીયો શેર- લખ્યું કે 'એ હજુ સુશાંતની રાહ જુએ છે'

જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર છે. તો 5056 લોકોની પરિસ્થિતિ સ્થિર છે. અને અત્યાર સુધી કુલ 1872 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. તો કોરોનાને કારણે કુલ 449 લોકોનાં મોત નિપજ્યા છે.

આજે કુલ 24 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં એકલાં અમદાવાદમાં જ 22 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે ભાવનગર અને સુરતમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આજના મ્ર્ત્યુ પામેલા ૨૪ વ્યક્તિઓ પૈકી 13 લોકોનાં મોતનું પ્રાથમિક કારણ કોરોના છે બાકીના 11 લોકોને અન્ય બીમારીઓ હતી.

આ સાથે જ ગુજરાત માટે એક સારા સમાચાર એ છે કે આજે ગુજરાતમાં કુલ 163 લોકોએ કોરોના વાયરસ સામે જંગ જીતીને ઘરે પરત ગયા છે આ સાથે જ કોરોના વાયરસને મહંત આપીને સાજા થનાર વ્યક્તિઓનો આંકડો 1872 એ પહોંચ્યો છે. આમ ગુજરાતમાં રિકવરી રેટ ૩૭૪ % થયો છે.

આ પણ વાંચો -  એક રૂપિયાનું ક્લિનિક એ કોરોના દર્દીઓ માટે આશાનુ કિરણ બન્યુ છે, અહીં નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે

ગુજરાતમાં કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર તરફથી એઈમ્સના ડોક્ટર સાથેની એક ટીમ અમદાવાદ આવશે. અને સિવિલ હોસ્પિટલમાં માર્ગદર્શન આપશે.

કોરોનાં વાયરસ મામલે દેશ અને દુનિયાના અપડેટ જોઈએ તો આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ભારતમાં કોરોના સંક્રમણના કુલ 57,306 કેસો સામે આવી ચુક્યા છે જે પૈકી 1,899 લોકોના મોત થઇ ચુક્યા છે તો 17,041 લોકો સાજા થઇ ચુક્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમિતોનો કુલ આંકડો 3,950,444 એ પહોંચી ગયો છે જે પૈકી 271,796 લોકોના મોત થઇ ચુક્યા છે જયારે 1,359,395 લોકો સાજા થઇ ચુક્યા છે.

દુનિયામાં સહુથી વધારે મામલાઓ અમેરિકામાંથી સામે આવ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 1,295,058 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 77,058 લોકોના મોત થઇ ચુક્યા છે તો બીજી તરફ સ્પેન ઇટલી અને યુનાઇટેડ કીંગ્ડમની સ્થિતિ પણ અતિ ગંભીર છે.

આ પણ વાંચો -  સિકલ સેલ એનિમિયાથી પીડિત એક આદિજાતિ મહિલાએ બાળકને જન્મ આપ્યો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here