આવી રહી છે રાફેલ ની પહેલી ખેપ, 29 જુલાઈ ના 5 લડાકુ વિમાનો ની ડિલિવરી

0

આવી રહી છે રાફેલ ની પહેલી ખેપ, 29 જુલાઈ ના 5 લડાકુ વિમાનો ની ડિલિવરી
ઇન્ડિયન એરફોર્સ એ કહ્યુ છે કે ભારતીય વાયુસેના ના અધિકારીઓ એ રાફેલ ની તકનીકી પેચિદો ને સમજવા માટે તેની પૂરતી ટ્રેનિંગ લીધી છે. એરફોર્સ ના અધિકારીઓ એ આ ફાઈટર વિમાન ની ઉચ્ચ મારક ક્ષમતા નુ ઊંડાઈ થી પરીક્ષણ કર્યુ છે અને હવે તેના પર કામ કરવા માટે પૂર્ણ રીતે તૈયાર છે.

-  a2c5b978 b9e2 11ea 8df8 49382d26f353
આવી રહી છે રાફેલ ની પહેલી ખેપ, 29 જુલાઈ ના 5 લડાકુ વિમાનો ની ડિલિવરી 29 જુલાઈ ના 5 રાફેલ વિમાન ભારત ને મળશે. અંબાલા એરફોર્સ સ્ટેશન પર વાયુસેના માં થશે સામેલ 29 જુલાઈ ના 5 રાફેલ લડાકુ વિમાનો ની ડિલિવરી

ભારતીય વાયુસેના માટે 29 જુલાઈ નો દિવસ ખાસ થવાનો છે. આશા છે કે આ દિવસે ભારત ને 5 રાફેલ લડાકુ વિમાનો ની સપ્લાય મળી જશે. તે જ દિવસે અંબાલા એરફોર્સ સ્ટેશન પર તેને વાયુસેના માં સામેલ કરી દેવાશે.
જોકે 29 જુલાઈ ના હવામાન નો મિજાજ કેવો હશે એ જાણવુ અગત્ય નુ હશે. આ દિવસે હવામાન ની ભૂમિકા અગત્ય ની રહેશે. ચોમાસુ હોવાને લીધે અત્યારે ઉત્તર ભારત માં વરસાદ વરસી રહ્યો છે.

- rafale rep dassault

29 જુલાઈ ના ભારત આવસે 5 રાફેલ

29 જુલાઈ ના વાયુસેના માં શામેલ કર્યા બાદ રાફેલ વિમાન ને 20 ઓગષ્ટ ના એક સમારોહ માં રાફેલ ને વાયુસેના માં અંતિમ રૂપ થી સામેલ કરવામાં આવશે.

એરફોર્સ અધિકારીઓ એ લીધી છે ઊંડી ટ્રેનિંગ

એરફોર્સ ના અધિકારીઓ એ આ ફાઈટર વિમાન ની ઉચ્ચ મારક ક્ષમતા નુ ઘણુ ઊંડાઈ પૂર્વક અધ્યયન કર્યુ છે અને હવે તેના પર કામ કરવા પૂર્ણ રીતે તૈયાર છે. વાયુસેના પ્રમાણે રાફેલ આવતા ની સાથે કોશિશ કરવામાં આવશે કે વિમાન ને બને તેટલુ જલ્દી ઓપરેશન લેવલ સુધી લઈ જવા માં આવે, મતલબ કે આ વિમાન ને અલગ – અલગ ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરવામાં આવે.

આવતા 2 વર્ષો માં ભારત ને મળશે 36 રાફેલ

જણાવી દઈએ કે ભારત ને ફ્રાન્સ પાસે થી આવતા 2 વર્ષો માં બે સ્કવાડ્રન માં 36 રાફેલ વિમાન મળવાના છે. એરફોર્સ સૂત્રો પ્રમાણે પહેલુ સ્કવાડ્રન અંબાલા બેઝ થી પશ્ચિમી કમાન માટે કામ કરશે તો બીજા સ્કવાડ્રન ને પશ્ચિમ બંગાળ ના હાશીમારા એરફોર્સ સ્ટેશન માં તૈનાત કરવામાં આવશે, જેથી પૂર્વ બાજુ ચીન ના કોઈ પણ ખતરા સામે લડી શકાય.

પોટેન્ટ મેટયોર અને સ્કેલ્પ મિસાઈલ પ્રણાલી થી સજ્જ

રાફેલ લડાકુ વિમાન પોટેન્ટ મેટયોર અને સ્કેલ્પ મિસાઈલ પ્રણાલી થી સજ્જ છે. આ ભારતીય વાયુસેના ની મારક ક્ષમતા માં વ્યાપક વધારો કરશે.

મેટયોર સિસ્ટમ દુશ્મન ને હવા થી હવા માં જ મારી શકવા ની ટેક્નિક છે, જ્યારે સ્કેલ્પ લાંબા અંતર નુ ક્રુઝ મિસાઈલ છે. તેને આ વિમાન થી જ લોન્ચ કરી શકાય છે, આ મિસાઈલ દુશ્મન ના સ્થિર અને ગતિશીલ લક્ષ્યો ને અંદર સુધી જઈ ભેદી શકે છે.

ભારત ની જરૂરતો પ્રમાણે કરવામાં આવ્યા બદલાવ

રાફેલ લડાકુ વિમાન માં ભારત ની જરૂરતો પ્રમાણે ઘણા બદલાવ અને સંવર્ધન કરવામાં આવ્યા છે. આ ખાસિયતો પર એરફોર્સ ના અધિકારીઓ ને વિશેષ રૂપ માં તાલીમ આપવામાં આવી છે. તેઓને ના ફક્ત તેની ઓપરેશન ની જાણકારી આપવામાં આવી છે પરંતુ રખ-રખાવ અને મરમત વિશે પણ જણાવ્યુ છે.

59000 કરોડ ની ભારે ભરખમ ડીલ

જણાવી દઈએ કે ભારત સરકારે 2016 માં ફ્રાન્સ સરકાર પાસે થી 59000 કરોડ ના ભારે ભરખમ સોદા માં 36 રાફેલ લડાકુ વિમાનો ની ખરીદી ની ડીલ કરી હતી. તેને લઇ ને દેશ ની રાજનીતિ માં ભુકંપ આવી ગયો હતો. વિપક્ષે સરકાર પર આંતરરાષ્ટ્રીય બજાર થી વધુ કિંમત પર આ વિમાનો ને ખરીદવા નો આરોપ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here