અમે તમને થોડા એવા લક્ષણો વિશે જણાવશુ કે જે તમને શરીરમાં અનુભવો તો એનો મતલબ એ નથી કે તમને કોરોના હશે, એ ખૂબ સામાન્ય લક્ષણો છે જે કોઈ પણ ક્યારેય પણ અનુભવી શકે છે.
દેશ-દુનિયામાં દરેક લોકોને આજકાલ બસ એક જ ડર લાગી રહ્યો છે અને એ છે કોરોનાનો ડર. કોરોના વાઇરસ વિશે આજકાલ ખૂબ ખોટા સૂચનો અને ખબરો વધી રહી છે એવામાં માણસો કોઈ પણ અફવાથી પ્રેરિત થઈ જાય છે શરૂઆતમાં કોઈ પણ સમાન્ય લક્ષણોને કારણે લોકો ગભરાઈ જાય છે. આ વાઇરસના ગંભીર પ્રભાવને કારણે માણસોમાં એક અજીબ ડર દેખાવવા લાગ્યો છે. જો કોઈ પણ વ્યક્તિને શરીરમાં કોઈ પણ પ્રકારની નાની એવી તકલીફ પડે તો સૌથી પહેલા મન માં કોરોના નો જ વિચાર આવે છે. ચાલો તો આજે અમે તમને એ સમાન્ય લક્ષણો વિશે જણાવીએ કે જે તમને મહેસુસ થાય તો એનો મતલબ એ નથી કે તમે કોરોના સંકર્મિત છો.
માથાનો દુખાવો
જો કોઈ પણ વ્યક્તિને થોડો માથાનો દુખાવો હોય તો બની શકે કે તમે ઘણા સમય સુધી કમ્યુટર કે મોબાઈલ સામે બેઠા હોઉ તો પણ માથું દુખી શકે. એ સિવાય તમે ખૂબ ઓછી નિંદર કરી હોય કે હદથી વધુ કામ કર્યું હોય તો પણ માથું દુખી શકે છે. શરદી-ઉધરસ અને તાવ સાથે માથાનો દુખાવો હોય તો કોરોના ટેસ્ટ કરવો જોઈએ.
એસિડિટી
પેટમાં કોઈ પણ પ્ર્કારની સમસ્યા અનુભવીએ એનો મતલબ એ નથી કે કોરોના હશે. જો કે પેટના દુખાવને કોરોનાના શરૂઆતી લક્ષણોમાંથી એક માનવમાં આવે છે. પણ સામાન્ય પેટનો દુખાવો કોઈ પણ કારણો એસઆર થઈ શકે છે.
બેસ્વાદપણું
આ પણ કોરોના શરૂઆતી લક્ષણોમાંથી એક છે પણ ઘણી વખત શરીરમાં અનુભવાતી નબળાઈને કારણે પણ અનુભવી શકીએ છીએ. ખાવાપીવામાં ધ્યાન રાખવાથી આ બીમારી દૂર થઈ શકે છે.
શ્વાસલેવામાં તકલીફ પડવી અને સાંભળવામાં તકલીફ
આ બને લક્ષણો પણ કોરોનાના શરૂઆતી લક્ષણોમાંથી એક છે પણ આ લક્ષણો અનુભવવાથી ડરવું નહીં પહેલા 1ક બે દિવસ ઘરે ઉપચાર કરવો અને જો લક્ષણોમાં ઘટાડો નજરે ન ચઢે તો કોરોના ટેસ્ટ કરવો જોઈએ. એક વાત ખાસ યાદ રાખવી કે એક બે દિવસથી વધુ સમય બગાડવો ન જોઈએ.