વીજ વિતરણ કંપની પર ૭૮૦૦૦ કરોડનું દેવું!

0
46

વીજ વિતરણ કંપનીઓ ઉપર પાવર કંપનીઓનું કુલ બાકી લેણું ઓગસ્ટમાં વાર્ષિક તુલનાએ લગભગ 57 ટકા ઘટીને 78020 કરોડ રૂપિયાએ પહોંચી ગયુ છે. જે પાવર સેક્ટરમાં સર્જાઇ રહેલું નાણાંકીય સંકટના સંકેત આપે છે. વીજ મંત્રાલયના પ્રોક્યુરમેન્ટ પોર્ટલ મુજબ ઓગસ્ટ 2018માં બાકી લેણાંની આ રકમ 49,669 કરોડ રૂપિયા હતી. પાવર કોન્ટ્રાક્ટમાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્યથી આ પોર્ટલની શરૂઆત મે-2008માં કરાઇ હતી. ઓગસ્ટમાં 60 દિવસ કરતા વધારે સમયથી પેન્ડિંગ રકમ રૂ. 59,532 કરોડ હતી. જે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં રૂ. 34,464 કરોડ હતી.

પાવર કંપનીઓ વીજ વિતરણ કંપનીઓને પેમેન્ટ માટે 60 દિવસની મુદ્દત આપે છે ત્યારબાદ બાકી રકમને બાકી લેણાંની કેટેગરીમાં મુકી દેવામાં આવે છે તથા તેની પાવર કંપનીઓ મોટાભાગે વ્યાજ વસૂલતી હોય છે. વીજળી ઉત્પન્ન કરનાર કંપનીઓને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક ઓગસ્ટથી પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમ અમલમાં મૂકી છે

પોર્ટલ ઉપર ઉપલબ્ધ આંકડાઓ મુજબ કુલ બાકી રકમ અને પેમેન્ટ માટે 60 દિવસની મુદ્દત સમાપ્ત થયા બાદ વીજળીની નહીં ચૂકવાયેલી રકમ ગત મહિનાની તુલનાએ વધી ગઇ છે. જુલાઇ 2019માં વીજ વિતરણ કંપનીઓ ઉપર બાકી લેણાં રૂ. 76,467 કરોડ હતા. જ્યારે 60 દિવસની મુદ્દત પછીના બાકી લેણાંની રકમ રૂ. 56,556 કરોડ હતી. જે વીજ વિતરણ કંપનીઓ ઉપર સૌથી વધારે દેવું છે જેમાં દિલ્હી, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુની વિતરણ કંપનીઓ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here