આઇપીએલ માં નવો વિવાદ ઉભો થયો, અમ્પાયરના ખોટા નિર્ણય અંગે ગુસ્સે આવેલા પ્રીતિ ઝિન્ટાએ કહ્યું- ‘દર વર્ષે …’

0

આઈપીએલની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ હતી. મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ અને દિલ્હી મેચ સરળતા થી જીતી ગયુ. આઈપીએલની બીજી મેચમાં એક નવો વિવાદ ઉભો થયો, જેના પર ચાહકો ખૂબ નારાજ છે. અમ્પાયરે કિંગ્સ ઇલેવન પંજાબ ના એક રન ને શોર્ટ રન કહી ને રન કાપ્યો, પરંતુ જ્યારે રિપ્લે જોવામાં આવ્યો ત્યારે બેટ ક્રિઝની અંદર હતુ. કિંગ્સ ઇલેવન પંજાબની મલિક પ્રીતિ ઝિન્ટા ખોટા નિર્ણયને કારણે ગુસ્સે થઈ ગઈ. તેમણે બીસીસીઆઈ પાસેથી નવા નિયમોની માંગ કરી.

Preity Zinta Calls On BCCI To Introduce New Rules After Umpires Error In  IPL | newkerala.com Cricket News  - ani  115043
પ્રીતિ ઝિંટાએ વીરેન્દ્ર સહેવાગના ટ્વિટ પર લખ્યું કે, ‘મેં મહામારી દરમ્યાન ઉત્સાહથી પ્રવાસ કર્યો, 6 દિવસ ક્વોરેન્ટાઇન રહી અને 5 કોવિડ પરીક્ષણ હસી ને કરાવ્યા. પરંતુ તે એક શોર્ટ રને મને સ્તબ્ધ કરી નાખી. જો તકનીકનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાતો નથી, તો તેનો અર્થ શું છે? બીસીસીઆઈ માટે નવા નિયમો બનાવવાનો સમય આવી ગયો છે. દર વર્ષે આવું ન થઈ શકે.’


ત્યારબાદ તેણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘હું રમતની ભાવનામાં હાર કે જીત સ્વીકારવા માં વિશ્વાસ કરું છું. પરંતુ નીતિગત ફેરફારો માટે પૂછવુ પણ મહત્વપૂર્ણ છે જે ભવિષ્યમાં દરેક માટે યોગ્ય રહેશે. જે થયુ તે થયુ. હવે આગળ વધવાનો સમય છે, તેથી સકારાત્મકતા સાથે આગળ નુ જોઈ રહી છું.’
19 મી અવર કસીગો રબાડા કરવા આવ્યો. તે સમયે પંજાબ ને 12 બોલ માં 25 રન કરવાના હતા. મયંક અગ્રવાલ શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. પહેલા બોલ ને મયંકે ડિફેન્ડ કર્યો અને બીજા બોલ માં ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ તેણે ત્રીજા બોલ માં શોટ માર્યો અને બે રન માટે દોડ્યા. પરંતુ અમ્પાયરે શોર્ટ રન કહી એક જ રન માન્ય રાખ્યો. અંતિમ ત્રણ બોલ માં પંજાબ ને 1 રન જોઈતો હતો. સ્ટોઇનિસ એ અંતિમ બે બોલ માં બે વિકેટ લીધી અને મેચ ને સુપર ઓવર સુધી પહોંચાડ્યો.

IPL 2020: 'Could cost us a playoff berth' – KXIP appeals to the match  referee against short-  - Chris Jordan Preity Zinta
માર્ક્સ સ્ટોઈનિસ એ પહેલા ધમાકેદાર બેટિંગ કરી અને ત્યારબાદ છેલ્લા બે બોલ માં બે વિકેટ લીધી જેથી દિલ્હી કેપિટલ્સ હારવા સુધી પહોંચી ગયા છતા કિંગ્સ ઇલેવન પંજાબ ને સુપર ઓવર માં હરાવી 13 માં ઇન્ડિયન પ્રિમિયર લીગ માં પોતાનુ જીત નુ ખાતુ ખોલવા માં સફળ રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here