શ્રીનગર માં સુરક્ષાબળો સાથે અથડામણ માં ત્રણ આતંકી ઢેર, આ વર્ષે કુલ 177 નો સફાયો થયો

0

શ્રીનગર માં સુરક્ષાબળો સાથે થયેલી અથડામણ માં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. શ્રીનગર ના બટમાલૂ વિસ્તાર માં બુધવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણ ગુરુવારે સવાર સુધી ચાલી. પોલીસ અને સીઆરપીએફ ના જવાનો એ મોરચો સંભાળ્યો અને આતંકીઓ ને યોગ્ય જવાબ આપ્યો.

જમ્મુ-કાશ્મીર ના ડીજીપી દિલબાગ સિંહે ત્રણે આતંકીઓ ને માર્યા જવાની પુષ્ટિ કરતા જણાવ્યુ કે તેની લાશો ને કબ્જે કરી લેવામાં આવી છે. તેની પાસેથી ઘણી પ્રકાર ના હથિયાર કબ્જે થયા છે. તેમણે અથડામણ દરમ્યાન એક નાગરિક ની મોત પર અફસોસ જતાવ્યો અને જણાવ્યુ કે સીઆરપીએફ ના એક ડેપ્યુટી કમાન્ડન્ટ ઘાયલ થયા છે. તેને હોસ્પિટલમાં ખસેડાયા છે.

અથડામણ ના સંદર્ભમાં અધિકારીઓ એ જણાવ્યુ કે આતંકવાદીઓ હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાબળો એ બટમાલૂ ના ફિરદૌસાબાદ વિસ્તારમાં મોડી રાત્રે અઢી વાગ્યા જેવી ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યુ હતુ. તેમણે જણાવ્યુ કે આતંકવાદીઓ દ્વારા સુરક્ષાબળો પર ગોળીબારી કરવામાં આવી ત્યારબાદ અભિયાન અથડામણ માં પરિવર્તન થયુ.

સંગઠન ના ત્રણે યુવકો ની ઓળખ ગુટલીબાગ નિવાસી અરશીદ અહમદ ખાન, ગાંદરબલ નિવાસી માજિદ રસૂલ અને મોહમ્મદ આસિફ નજર ના રૂપ માં કરવામાં આવી. ત્રણે લોકો પાકિસ્તાની આતંકી ફયાઝ ખાન ના સંપર્ક માં હતા. ફયાઝ ખાન જ તેઓના વિસ્તાર માં આતંકી ગતિવિધિ કરવાના નિર્દેશ કરતો હતો.

ગાંદરબલ ના એસએસપી ખલીલ અહમદ પોસવાલે પૂર્ણ ઓપરેશન ની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે ઘાટી ના યુવાનો ને ભડકાવી સરહદ પાર બેઠેલા આતંકીઓ પોતાના સંગઠન માં શામેલ કરવા ના પ્રયાસો કરતા રહે છે.

શ્રીનગર માં આ વર્ષે અત્યાર સુધી સાત ઓપરેશનો માં 16 આતંકીઓ ને ઢેર કરાયા છે. કુલ આંકડા ની વાત કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધી 72 ઓપરેશન ચલાવવા માં આવ્યા, જેમાં 177 આતંકીઓ નો સફાયો કરવામાં આવ્યો. તેમાં પાકિસ્તાન ના પણ આતંકી શામેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here