કોરોના મહામારીને કારણે ખિલાડી અક્ષય કુમારની આવકમાં થયો 128 કરોડ જેટલો ઘટાડો- જાણો એક વર્ષની કુલ આવક

0

અક્ષય કુમાર એક પછી એક નવી ફિલ્મો રિલિજ કરવાને કારણે ખૂબ જ લોકપ્રિય છે. અક્ષય કોઈ એક ફિલ્મને વધુ સમય આપવાની બદલે એક પછી એક એમ તુરંત ફિલ્મો રિલિજ કરવામાં વધુ માને છે. એ જ કારણે અક્ષય કુમાર વર્ષમાં 3 થી 5 ફિલ્મો રિલિજ કરે છે. અને મહત્વની વાત એ છે કે એમની દરેક ફિલ્મો બોક્સઓફીસમા સારી એવી કમાણી પણ કરી જાય છે. અક્ષયને લગાતાર ફિલ્મો મળતી રહેવાને કારણે અક્ષય  સૌથી વધુ કમાવવા વાળા એક્ટર્સમાંથી એક બની ગયા છે.

- 5df72fa02500002c71d3040f

હાલ માં જ રિલિજ થયેલ ફોર્બ્સ મેગેજીનમાં દુનિયામાં સૌથી વધુ કમાવવાવાળા એક્ટર્સની લીસ્ટમાં અક્ષય કુમારનું નામ શામેલ હતું અને ભારતીય એકટરમાંથી ફક્ત અક્ષયે જ આ લીસ્ટમાં સ્થાન મેળવ્યું છે. અક્ષય કુમાર આ લીસ્ટમાં છઠ્ઠા ક્રમાંકે છે. વર્ષ 2020માં કોઈ પણ ફિલ્મ રિલિજ વિના એમને 48.5 મિલિયન ડોલર એટ્લે કે 363 કરોડ જેટલા રૂપિયા કમાયા છે અને આ કમાણી સાથે અક્ષય લીસ્ટમાં છઠ્ઠા ક્રમાંકે આવ્યા છે.

આ પણ વાંચો -  અમદાવાદ: એક મહિલા માટે કિડની અને સ્વાદુપિંડનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

- akshay kumar good newz

જણાવી દઈએ કે આ કમાણી જૂન 2019થી જૂન 2020 વચ્ચેની છે. આ સમય દરમિયાન અક્ષયે 363 કરોડ રૂપિયાની કમાણી કરી. પણ અંહિયા ખાસ વાત એ છે કે 2019ની લિસ્ટ અનુસાર આ વર્ષે અક્ષયે ઘણી ઓછી કમાણી કરી છે. પાછલા વર્ષે આવેલ લીસ્ટમાં અક્ષયે ચોથો ક્રમાંક મેળવ્યો હતો અને 2019ની લિસ્ટ અનુસાર અક્ષયે એક વર્ષમાં 65 મિલિયન ડોલર એટ્લે કે લગભગ 480 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

- freepressjournal 2Fimport 2F2017 2F04 2Fakshay

જોવા જઈએ તો અક્ષયને પાછલા વર્ષ કરતાં આ વર્ષે 128 કરોડ રૂપિયાની ઓછી આવક થઈ છે. કોરોના વાઇરસની મહામારીને કારણે ખિલાડી અક્ષય કુમારની આવકમાં પણ થયો ઘટાડો.

- akshay new 1502280235

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here