ટીવીના અભિનેતા અને મોડલ સમીર શર્માએ તેના મુંબઈના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે એમનો શવ બુધવારના રાત્રે મલાડ પશ્ચિમના અંહિંસા માર્ગ ઉપર સ્થિત એમના ફ્લેટમાં કિચનમાં એમનો લટકતો શવ મળ્યો હતો. પોલીસને શક છે કે તેમને બે દિવસ પહેલા સુસાઇડ કર્યું હશે.
44 વર્ષના અભિનેતા યે રિશ્તે હૈ પ્યાર કે નામની સ્ટાર પ્લસની ધારાવાહિકમાં કિરદાર નિભાવતા હતા. એમને ફેબ્રુઆરીમાં ભાડા ઉપર ફ્લેટ લીધો હતો. રાતની ડ્યૂટી દરમિયાન સોસાયટીના ચોકીદારને એમનો શવ દેખાયો હતો અને તુરંત સોસાયટીના સેક્રેટરીને જાણ કરી હતી.
એવું કહેવામા આવે છે બે દિવસ પહેલા જ સમીરની મૃત્યુ થઈ ચૂકી હતી અને જ્યારે એના શવ માંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે આસપાસના લોકોને શક થયો અને પછી પોલીસને બોલાવવામાં આવી. જો કે હજુ કોઈ સુસાઈડ નોટ નળી નથી.
View this post on Instagram
Varsha Shaurya nok jhok 😊 @poojajoshiarorareal @samir5d Photo credit @sanjeevjotangia
સમીર શર્માએ યે રિશ્તે હૈ પ્યાર કે , જ્યોતિ, કહાની ઘર ઘર કી , લેફ્ટ રાઇટ લેફ્ટ , વો રહેને વાલી મહેલોમે, ગીત હુઈ સબસે પરાઈ, આરએસ પ્યારકો ક્યા નામ દૂ જેવી કેટલીય સિરિયલોમાં કામ કર્યું છે. સાથે જ બૉલીવુડ ફિલ્મ હસી તો ફસીમાં પણ કામ કર્યું હતું.