અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા… #ripSushantsingh

0

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020 ને રવિવારે આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે.

બોલિવૂડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

નાના પડદાથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર સુશાંતસિંહ રાજપૂતે બોલિવુડ (bollywood) માં અનેક ટોચની ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ફિલ્મ ‘ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મથી ચમક્યા હતા. આ સિવાય તેઓએ કેદારનાથ,  કાઈપો છે, રાબતા, સોનચિરય્યા, છિછોરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ડિપ્રેશનમાં હતા સુશાંત
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુશાંત લાંબા સમયથી તણાવમાં હતા. તેઓ લાંબા સમયથી બોલિવુડની પાર્ટી અને મેન સ્ટ્રીમમાં ક્યાંય દેખાતા ન હતા. થોડા દિવસ પહેલા જ તેઓના એક્સ મેનેજરે પણ આત્મહત્યા કરી હતી. મોડી રાત્રે તેઓના મિત્રો પણ તેમની સાથે હતા. સવારે લાંબા સમય સુધી સુશાંતે પોતાના રૂમનો દરવાજો ન ખોલ્યો તો તેમના મિત્રોએ દરવાજો તોડ્યો હતો. જેથી અંદર સુશાંત ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ પણ વાંચો -  બિહારની ચૂંટણી: નીતિશ કુમાર ચોથી વાર જીતશે? પહેલા તબક્કાની 71 બેઠકો પર મતદાન ચાલુ છે

આ ઘટનાથી સમગ્ર બોલિવુડ શોક્ડ થયું છે. કારણ કે, કોઈ સમજી શક્તુ નથી કે શા માટે યુવા એક્ટરે ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યું છે. તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે, મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હજી નવ મહિના પહેલા જ સુશાંતસિંહ રાજપૂતની છિછોરે નામની ફિલ્મ આવી હતી, જેમાં એક્ટર લીડ રોલમાં હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here