વર્ષ 2020 દુનિયાના દરેક દેશ માટે ખરાબ જ સાબિત થયું છે. એમ જ વર્ષ 2020 બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માટે પણ ખૂબ જ ખરાબ સાબિત થયું છે. ઈરફાન ખાન , રિશી કપૂર , સરોજ ખાન , વાજીદ જેવા ઘણા બોલીવુડના નામી સિતારાઓ એ આ દુનિયામાંથી વિદાય લીધી છે. એવામાં જ બૉલીવુડએ ફરી એક સિતારાને ખોઈ દીધી.


બૉલીવુડ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. એમના નિધનનું કોઈ સાચું કારણ સામે આવ્યું નથી. 22 એપ્રિલ 1934ના દિવસે બિહારમાં શેખપુરમાં જન્મી હતી. કુમકુમનું સાચું નામ જૈબુનિસ્સા હતું. અને તેમના પિતાનું નામ હુસૈનબાદના નવાબ હતા.


કુમકુમની પહેલી ફિલ્મ ભોજપુરી હતી. ‘ગંગા મૈયા તોહે પિયારી ચઢાઈબો’ નામની ફિલ્મમાં 1963માં અભિનય કર્યો હતો. જો કે કુમકુમ ગુરુદત્તની જ ખોજ છે. 1954માં આવેલ આરપાર ફિલ્મનું ગીત કભી આર કભી પાર લાગા તીરે નજર એ ગીત એકટર જગદીપ પર બનાવવાનું હતું ઓણ ગુરુ દત્તને લાગ્યું કે આ મહિલા પર બનાવવું જોઈએ. એ સમયે કુમકુમએ એ ગીત કર્યું અને ત્યાર બાદ ગુરુ દત્તએ તેને બીજી ફિલ્મ પ્યાસામાં પણ એક નાનો કિરદાર આપ્યો હતો.


એકટર જગદીપના દીકરા નાવેદ જાફરીએ ટ્વીટ કરીને અભિનેત્રીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.એમને લખ્યું કે ‘આપણે એક વધુ સીતારને ખોઈ દીધી. હું એમને નાનપણથી ઓળખતો હતો. એ અમારા પરિવારનો હિસ્સો હતો. હું નાનપણથી જ તેમને ઓળખતો હતો.એ ખૂબ જ સારી વ્યક્તિ હતી. ભગવાન એમની આત્માને શાંતિ દે, કુમકુમ આન્ટી.


કુમકુમએ તેના કરિયરમાં લગભગ 115 ફિલ્મોમાં અભિનય કર્યો છે. એમને મિસ્ટર એક્સ ઇન બોમ્બે (1964), મધર ઇન્ડિયા(1957), સન ઓફ ઇન્ડિયા (1962), કોહિનૂર (1960), ઉજાલા , નયા દૌર ,શ્રીમાન ફંટુશ જેવી કેટલીય હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને કિશોર કુમાર અને ગુરુ દત્ત સાથે પણ કામ કર્યું છે.