અદનાન સામીના ઘરે આવ્યું નાનું મહેમાન, સોશિયલ મીડિયામાં મૂકી પહેલી તસ્વીરો

0

બૉલીવુડ સિંગર અદનાન સામી હમેશા ચર્ચામાં રહે છે, કોઈના કોઈ કારણોસર કે કોઈ મુદ્દે એ હેડલાઇનમાં બન્યા રહે છે. હાલ જ એમને સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સ  સાથે એક ખુશખબર શેર કરી છે. અદનાન ના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે જેની પહેલી તસ્વીર એમને શેર કરી છે. હવે તમારા મનમાં એ સવાલ હશે કે કોણ છે એ નાનું મહેમાન? ચાલો તમને કહીએ….

અદનાન સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે, એ લગાતાર તેની કોઈને કોઈ તસ્વીર કે વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતાં રહે છે. જો કે હાલ એમને સોશિયલ મીડિયા દ્વારા એક ખુશ ખબર આપી છે.

અદનાને આ પોસ્ટમાં તેના ઘરે આવેલ નવા નાના મહેમાનની તસ્વીર શેર કરી છે, અને એ નાનું મહેમાન એક સુંદર એવું તેનું પેટ એક ગલૂડિયું છે. તેના પાળેલ ગલૂડિયાની તસ્વીર શેર કરતાં લખ્યું કે , ‘ ઘોષણા … ગર્વ સાથે અમારા ઘરના એક નવા મહેમાન થી તમારો પરિચય કરાવી રહ્યો છું.’

પોસ્ટ સાથે અદનાને એ નાના મહેમાનનું નામ પણ જણાવ્યુ છે. અદનાને તેના ડોગ નું નામ ‘EL CHAPO’ રાખ્યું છે. ટૂંક સમયમાં જ આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ જડપથી વાઇરલ થઈ રહી છે.

જો કે બોલિવુડમાં ઘણા સિતારાઓ પાસે તેના પાળીતા ડોગ્સ છે. એમથી ઘણા સિતારાઓ તેને પોતાનું બાળક કહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here