લાંબી રાહ જોયા બાદ જાહેર થયુ શેડ્યુલ, મુંબઈ અને ચેન્નઈ વચ્ચે થશે પહેલો મુકાબલો

0

કોરોના કાળ વચ્ચે યુએઇ માં થવા જઈ રહ્યા આઇપીએલ ના 13 માં સિઝન નુ શેડ્યુલ જાહેર થઈ ચૂક્યુ છે. ક્રિકેટ પ્રેમીઓ છેલ્લા ઘણા અઠવાડીયા થી આશા લગાવી બેઠા હતા કે તેઓને ઇંડિયન પ્રીમિયર લીગ નો પૂરો કાર્યક્રમ ખબર પડી જાય, પરંતુ એક પછી એક મુશ્કેલીઓ ને લીધે આ કાર્યક્રમ વારંવાર ટળી જતો હતો. પરંતુ આજે આખરે બીસીસીઆઇ તરફ થી ટૂર્નામેંટ ની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.

આઇપીએલ ગવર્નિંગ કાઉન્સીલ તરફથી રવિવારે અડવાઈજરી જાહેર કરી યુએઇ માં થવા વાળા ડ્રીમ 11 ઇંડિયન પ્રીમિયર લીગ 2020 ના કાર્યક્રમ ની ઘોષણા કરવામાં આવી. ટી-20 લીગ ની 13મી સીઝન 19 સપ્ટેમ્બર ના અબૂધાબી માં છેલ્લી સીઝન ના ચેમ્પિયન મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે એક બ્લોકબસ્ટર મુકાબલા સાથે શરૂ થશે.

આ પણ વાંચો -  આખા દેશ માટે બિહાર જેવું વચન: મોદી સરકારમાં પ્રધાન, પ્રતાપ સારંગીએ કહ્યું - દેશના તમામ લોકોને રસી મફત મળશે

- 923065 mi csk 2020

શનિવાર (19 સપ્ટેમ્બર) ના અબૂધાબી ટુર્નામેંટ ના સલામી મુકાબલા બાદ , બીજા દિવસે રવિવારે દુબઈ તેના પહેલા મેચ ની મેજબાની કરશે, જ્યાં દિલ્લી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ ની ટીમ આમને-સામને હશે. ત્યારબાદ દુબઈ માં જ ટુર્નામેંટ ના ત્રીજા મુકાબલા માં સનરાઈજર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ થશે. ત્યારબાદ ચોથા દિવસે આઇપીએલ નો રોમાંચ દુબઈ થી નીકળીને શારજાહ પહોચશે જ્યાં 22 સપ્ટેમ્બર ના રાજસ્થાન રોયલ્સ ની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ની મેજબાની કરશે.

- 90981 ipl 2019

એડવાઇઝરી પ્રમાણે , ટૂર્નામેંટ દરમ્યાન કુલ ડબલ હેડર મુકાબલા (એક દિવસ માં બે મુકાબલા) થશે. તેમાં પહેલો મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ત્યાંજ સાંજ ના મુકાબલા નો સમય 7:30 વાગ્યા થી રાખવામા આવ્યો છે.

ટૂર્નામેંટ દરમ્યાન , દુબઈ માં 24, અબૂધાબી માં 20 અને શારજાહ માં કુલ 12 મુકાબલા રમાડવા માં આવશે. બીસીસીઆઇ એ હાલ ડ્રીમ 11 આઇપીએલ 2020 ના પ્લેઓફ અને ફાઇનલ મેચ માટે સ્થળ ની ઘોષણા કરી નથી.

આ પણ વાંચો -  ભારત-યુએસ 2 + 2 સંવાદ: વિદેશી, સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં બેકા કરાર પર હસ્તાક્ષર થયા; ભારત મિસાઇલ એટેક માટે યુ.એસ. ડેટાનો ઉપયોગ કરી શકશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here