સુશાંત સિંહ રાજપૂત ની મોત થી જોડાયેલા ડ્રગસ મામલા માં એનસીબી એ રિયા ની મંગળવારે ધરપકડ કરી. કોર્ટે રિયા ને 14 દિવસ ની કસ્ટડી માં મોકલી દીધી. કોર્ટે તેની જામીન અરજી પણ ફગાવી દીધી. ત્યારબાદ સોશ્યલ મીડિયા માં રિયા ને ન્યાય અપાવવા માટે મિશન શરૂ થઈ ગયુ. બોલિવૂડ ની ઘણી મોટી હસ્તીઓ એ ‘જસ્ટિસ ફોર રિયા’ કેમ્પેઇન શરૂ કર્યુ છે. જેમાં રિયા ના બ્લેક ટોપ નુ પણ ઘણુ મહત્વ છે. સુશાંત ની બહેન શ્વેતા સિંહે બધા સેલેબ્સ ને એક ટ્વિટ દ્વારા જવાબ આપ્યો છે.
મંગળવારે જ્યારે રિયા એનસીબી ઓફિસે પહોંચી ત્યારે ટીશર્ટ પર એક ખાસ રીતે સ્લોગન લખેલુ હતુ. રિયા ના કાળા રંગ ના ટીશર્ટ પર લખ્યુ હતુ, ‘ગુલાબ લાલ હોય છે, વોયલેટસ બ્લુ હોય છે, આવો પિતૃસતા ને ધ્વસ્ત કરીએ, હું અને તમે.’
રિયા ના ટીશર્ટ પર ના આ સ્લોગન સાથે બૉલીવુડ ના ઘણા મોટા સ્ટાર્સ રિયા ચક્રવર્તી માટે ન્યાય ની માંગણી કરી રહ્યા છે. અંગદ બેદી, જિમ સરભ, દીયા મિર્ઝા, વિદ્યા બાલન, કરીના કપૂર ખાન, નેહા ધુપિયા, રાધિકા મદાન, ગૌહર ખાન, મંદાના કરીમી, સોનમ કપૂર, ફરહાન અખ્તર સહિત ઘણા કલાકારોએ ઇન્સ્ટાગ્રામ પર રિયા નુ સમર્થન કર્યુ.
બોલિવુડ ના આ સેલેબ્સ ને જવાબ આપતા સુશાંત ની બહેન શ્વેતા સિંહે પણ એક પોસ્ટ કરી. તેમણે સુશાંત નો ફોટો પોસ્ટ કર્યો, જેમાં લખ્યુ હતુ, ‘ગુલાબ લાલ હોય છે, વોયલેટ્સ બ્લુ હોય છે, ચાલો સત્ય માટે લડીએ, હું અને તમે.’ તેની સાથે તેણે લખ્યુ, ‘જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત.’
રિયા ચક્રવર્તી એ મંગળવાર ની રાત એનસીબી ની ઓફિસ માં જ પસાર કરી. બુધવારે તેને ભયખલા મહિલા જેલ મોકલવામાં આવી. એનસીબી પ્રમાણે , રિયા ની પૂછતાછ માં મળેલી જાણકારી થી સાબિત થાય છે કે તે ડ્રગ્સ સિન્ડિકેટ નો હિસ્સો હતી. તે ભાઈ શૌવિક પાસે ડ્રગ્સ મંગાવતી હતી. રિયાએ લગભગ આરોપો ને કબૂલ કર્યા છે, પરંતુ તેણે ખુદે ડ્રગ્સ લેવાની વાત નકારી કાઢી છે. તેની પાસે થી કોઈ ડ્રગ્સ પણ મળ્યા નથી.