લોન ન ચૂકવી શકતા યસ બેન્કે અંબાણિના મુખ્ય કાર્યાલય પર કર્યો કબ્જો,અનિલ અંબાણિ માટે વધી મુસીબત

0

નિજી ક્ષેત્રના યસ બેંકના 2,892 કરોડ રૂપિયાની લોન લીધા પછી કોઈ કારણોસર અનિલ અંબાણિ એ ન ચૂકવી શક્યા એટ્લે અંબાણિ સમૂહના ઉપનગર સાંતાક્રૂજના મુખ્યાલયને યાસ બેંકે કબ્જે કરી છે. ગઇકાલે યસ બેંકે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા લોન ન ચૂકવતા દક્ષિણ મુંબઈના બે ફ્લેટ પણ કબ્જે કર્યા છે.

- 67954584 300x225

અનિલ ધીરુભાઈ અંબાણિ સમૂહની લગભગ બધી જ કંપનીઓ સાંતાક્રૂજ કાર્યાલય ‘રિલાયન્સ સેન્ટર ‘થી જ પરિચાલન થઈ રહ્યું છે. જો કે પાછલા થોડા વર્ષો દરમિયાન અનિલ અંબાણિની કંપનીઓની હલાત ખરાબ ચાલી રહી હતી. ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ છે તો ઘણા શેર વેંહચવા પડ્યા હતા.

- 69850692 300x225

યસ બેંકએ કહ્યું હતું એમને 6 મેના રોજ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરને 2,892.44 કરોડ રૂપિયા પરત કરવા માટે નોટોસ આપી હતી. 60 સીવના નોટિસ પછી પણ પૈસા ન ચૂકવવાને કારણે તેમને ગિરવી મુકેલ ત્રણ સંપતિઓને કબ્જે કરવામાં આવી છે. અને સાથે જ બેંકે નોટિસ જાહેર કરી છે કે આ સંપતિઓની કોઈ લેણ-દેણ ન કરે.

એક વાત તો માનવા જેવી જ રહી કે યસ બેંક જે કર્જમાં ડૂબેલ છે એની પાછળ સૌથી મોટું કારણ આ એક પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here