એપી સિંહ લડશે હાથરસ ના આરોપીઓ નો કેસ, નિર્ભયા કેસમાં બળાત્કારીઓ ના હતા વકીલ

0

નિર્ભયા કેસમાં તમામ બળાત્કારીઓનો કેસ લડનાર એડવોકેટ એ.પી.સિંહ હવે હાથરસ કેસના આરોપી વતી વકીલ તરીકે કેસ લડશે. એ.પી.સિંહ ને આરોપીની હિમાયત કરવા માટે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

યુપીમાં હાથરસની ઘટના બાદ વિપક્ષે સતત સરકાર પર આક્રમક વલણ અપનાવ્યુ છે. તે જ સમયે, સરકારનુ કહેવુ છે કે યુપીમાં વિદેશી ભંડોળ દ્વારા વંશીય તોફાનોને ભડકાવવાનુ ષડયંત્ર રચાયેલ છે. આ બધાની વચ્ચે, જ્યારે આ ઘટના અંગે દલિત વર્ગ એકત્રીત થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલીક સંસ્થાઓ આરોપીની તરફેણ કરતી પણ જોવા મળી રહી છે.

આ કેસમાં તાજેતરની મળેલી માહિતી મુજબ નિર્ભયા કેસમાં તમામ બળાત્કારીઓનો કેસ લડનાર વકીલ એ.પી.સિંહ હવે હાથરસ કેસમાં આરોપી વતી વકીલ તરીકે કેસ લડશે. એ.પી.સિંહ ને આરોપીની હિમાયત કરવા માટે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Bar Council Of Delhi Nirbhaya Convicts AP Singh Lawstreet Journal  2020-01-18 - Lawstreet Journal  - lj 8265 Bar Council Of Delhi Indicts Ap Singh

પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજા માનવેન્દ્રસિંહ વતી, એ.પી.સિંઘને હાથરસના આરોપીનો કેસ લડવાનુ કહેવામાં આવ્યુ છે. માનવેન્દ્રસિંહે જાહેર કરેલા પત્રમાં કહ્યુ છે કે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા નાણા એકત્રિત કરશે અને વકીલ એ.પી.સિંહ ની ફી ચૂકવશે.

આ પત્ર માં કહેવામાં આવ્યુ છે કે હાથરસ કેસ દ્વારા એસસી-એસટી એક્ટનો દુરૂપયોગ કરીને ઉચ્ચ જાતિના સમાજની બદનામી કરવામાં આવી રહી છે, જેનાથી ખાસ કરીને રાજપૂત સમાજને નુકસાન થયુ છે. આ કેસમાં આરોપી પક્ષ વતી એ.પી.સિંહ દ્વારા આ કેસમાં દૂધ નુ દૂધ અને પાણી નુ પાણી બનાવવાની માંગણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માહિતી મુજબ એ.પી.સિંહ ને હાથરસ કેસમાં આરોપીના પરિવાર તરફથી વકીલાત કરવા પણ કહેવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here