એક દિવસમાં સામે આવ્યા 40 હજાર જેટલા કેસ , છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે આટલા લોકો એ જીવ ગુમાવ્યો.

0

ભારતમાં પહેલી વખત કોરોનાના 40 હજાર નવા કેસ સામે આવ્યા છે. સાથે જ 681 લોકોના મૃત્યુ સાથે આ આંકડો 27 હજાર લોકોની મૃત્યુ સુધી પહોંચી ગયો છે.

અલગ અલગ રાજ્યો અને શહેરોમાં લોકડાઉન ફરી થોડા સમય માટે વધારવામાં આવ્યું છે અને તેની પાછળનું કારણ છે કોરોનાનું વધતું જતું સંક્રમણ. ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 40હજાર જેટલા નવા કેસ બહાર આવ્યા છે. અને સાથે જ ચોવીસ કલાકમાં 681 લોકોએ જીવ ગુમાવ્યા છે.

- WhatsApp Image 2020 07 20 at 3

ત્રણ દિવસ પહેલા ભારતમાં 10લાખ જેટલા કેસ હતા. પણ અચાનકથી જ ભારતમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોનાનું સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્રણ દિવસની અંદર 10લાખ કેસનો આંકડો વધીને 11લાખ સુધી પહોંચ્યો છે. સાથેજ કોરોનાને કારણે જીવ ગુમાવવા વાળા વ્યક્તિઓની સંખ્યા 27 હજાર સુધી પહોંચી છે.

જો કે રાહતની વાત એ છે કે ભારતમાં રિકવરી રેટ ખૂબ જ સારો છે. હાલ ભારતભરમાં ફક્ત 3 લાખ 90 હજાર એક્ટિવ કેસ રહ્યા છે.

આ પણ વાંચો -  ડેટા સ્ટોરી: વીજળી ઉત્પન્ન કરવામાં વિન્ડ અને સોલર પાવરમાં વધારો

વધેલા કેસની વાત કરીએ તો ભારતના 7 રાજ્યોમાં કેસની સંખ્યા ખૂબ ઝડપી રીતે વધી રહી છે. મહારાષ્ટ્રમાં એક દિવસની અંદર 9હજારથી પણ વધુ કેસ સામે આવ્યા છે. આંધ્ર પ્રદેશમાં અને તામિલનાડુમાં 5 હજારની આસપાસ સાથે જ પશ્ચિમ બંગાળમાં 2હજાર જેટલા કેસ નોંધાયા છે. રાજસ્થાન ,ગુજરાત અને મધ્ય પ્રેદેશમાં 900ની આસપાસ કેસ નોંધાયા છે.

તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કોરોના ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે.

આ વાઇરસના ટેસ્ટ માટે કોઈ બ્લડ સેમ્પલ લેવામાં આવતું નથી. કોરોનાનો ટેસ્ટ ગળા અથવા નાક દ્વારા કરવામાં આવે છે. નાક અથવા ગળામાં એક સ્વૈબ દ્વારા એક સેમ્પલ લેવામાં આવે છે અને ત્યારબાદ તે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. ડોસ્ટર્સ ટેસ્ટના રિપોર્ટ ઉપરથી જણાવે છે કે એ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે કે નહીં. જો વધુ જરૂર ન હોય તો દર્દીને ઘરે જ આઈસોલેટ કરે છે. જો સામાન્ય શરદી ઉધરસ કે તાવ હોય અને કોરોના પોઝિટિવ ન હોય તો 14 દિવસ સુધી તેમને કોરોના પોઝિટિવનો ખતરો રહે છે.

આ પણ વાંચો -  ખેડૂત આંદોલન અંગે કૃષિ મંત્રી સાથે સીધી વાત: ખેડુતોનો પ્રશ્ન - કૃષિમાં લૂંટ થનારા કરાર કોણ બચાવશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here