મહિલા પહેલવાન અને ગોલ્ડ મેડલિસ્ટ વિનેશ ફોગટ થઈ કોરોના સંકર્મિત – મળવા જઈ રહ્યો છે ખેલ રત્ન પુરસ્કાર

0

એશિયાઈ અને રાષ્ટ્રમંડળ ખેલોમાં અનેક ગોલ્ડ મેડલ વિજેતા વિનેશ ફોગટનો કોરોના રિપોર્ટ આવ્યો છે પોજીટીવ.

મહિલા પહેલવાન વિનેશ ફોગટને ગઈ કાલે રાત્રે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તેનો રિપોર્ટ પોજીટીવ આવ્યો છે. જો  કે તેમનામાં કોઈ પણ કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યા નહતા. આ વર્ષે સર્વ્વોચ ખેલ પુરસ્કાર ‘રાજીવ ગાંધી ખેલ રત્ન’ માટે સિલેક્ટ કરવામાં આવી હતી. હાલ વિનેશ તેના કોચ ૐ પ્રકાશની દેખ-રેખમાં સોનીપતમાં અભ્યાસ કરી રહી હતી. ખેલ પુરસ્કારની તૈયારીઓ વચ્ચે જ્યારે એમનો કોરોના ટેસ્ટ માટે નમૂનો લેવામાં આવ્યો ત્યારે એમનો રિપોર્ટ પોજીટીવ આવ્યો છે.

- vinesh phogat 300x225

એમને જણાવ્યુ કે , ‘ ભગવાન ઇચ્છશે તો હું ખૂબ જ જલ્દી ઠીક થઈને ઘરે પાછી ફરીશ, જો  કે મારા શરીરમાં હજુ કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.’

- images q tbn 3AANd9GcT0p9PvDzP0ugCtGzD2npLkBbmdderiZGnTNA usqp CAU

ભારતની દીકરી વિનેશ ફોગટને શનિવારે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર મળવાનો હતો. વિનેશ એકમાત્ર ભારતીય મહિલા પહેલવાન છે જેમને  આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે. જો કે હવે વિનેશ આ સમારોહમાં ભાગ નહીં લઈ શકે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here