દેશ ની દીકરી કંગના રાનૌત વિરુધ્ધ લગાતાર મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના ની ગુંડાગર્દી ચાલુ છે. પહેલા કંગના ને મારવા અને મોં તોડવાની ધમકી આપવામાં આવી, અને હવે શિવસેના ની BMC તેની ઓફિસ તોડવાનો પ્રયાસ કરી રહી છે.
કંગનાએ મુંબઇ માં 15 વર્ષ મહેનત થી કામ કરીને આ ઓફિસ બનાવી હતી, ઓફિસ બનાવવા માટે BMC પાસે થી કાયદેસર સર્ટિફિકેટ લીધા હતા અને નકશા પાસ કરાવ્યા હતા, પૂરો ટેક્સ ભર્યો હતો પરંતુ હવે શિવસેના કંગના ને ધમકાવી રહી છે અને તેની ઓફિસ તોડવાનો પ્રયાસ કરી રહી છે! લોકો એ હિમાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી ને સિમલા સ્થિત પ્રિયંકા વાડ્રા ના બંગલા ને તોડવાની માંગ કરી છે.
કંગના હિમાચલ રાજ્ય થી છે અને તેની ઓફિસ મહારાષ્ટ્ર માં તોડવામાં આવી રહી છે, મહારાષ્ટ્ર ની સરકાર ફક્ત શિવસેના થી નથી ચાલી રહી, તે સરકાર માં કોંગ્રેસ પણ શામેલ છે.
રાષ્ટ્રવાદી વિચારધારા ના અંકિત જૈને હિમાચલ ના મુખ્યમંત્રી પાસે માંગ કરી છે તે પ્રિયંકા વાડ્રા ના બંગલા પર કાર્યવાહી કરે જે સિમલા માં બનાવવામાં આવ્યો છે. પ્રિયંકા વાડ્રા ના બંગલા ની પણ ઇંચ-ઇંચ માપવામાં આવે અને તપાસવામાં આવે કે બંગલો કાયદેસર રીતે બનાવવામાં આવ્યો છે કે નહી, અને કાયદેસર ના હોય તો આખો બાંગલો તોડી પાડવામાં આવે.
જણાવી દઇએ કે સિમલા માં પૂર્ણ એક પહાડ પર પ્રિયંકા વાડ્રા નો કબ્જો છે. પ્રિયંકા વાડ્રા એ પહાડ પર કબજો ત્યારે કર્યો હતો જ્યારે હિમાચલ પ્રદેશ માં કોંગ્રેસ ની સરકાર હતી. આ બંગલા ના નિર્માણ માટે સોનિયા ગાંધી ઘણી વખત સિમલા ગયા હતા.