આયુષ્માન ખુરાનાની “ડ્રીમ ગર્લ” સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની.

0
15

આયુષ્માન ખુરાના અભિનીત પાવરહાઉસ નિર્માતા એકતા કપૂરની તાજેતરમાં રીલીઝ થયેલી ‘ડ્રીમ ગર્લ’ એ બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે અને રીલીઝ બાદ, પોતાના છઠ્ઠા અઠવાડિયામાં પણ મજબુત પકડ બનાવી રાખી છે.

આ વર્ષે ૧૩ સપ્ટેમ્બરના રીલીઝ થઈ ચુકેલી આ ફિલ્મ પોતાના ૫ માં વિકેન્ડમાં ૧.૭૦ કરોડની કમાણી કરવામાં સક્ષ્‍મ રહી અને તેની સાથે આ ફિલ્મ અત્યાર સુધી કુલ મળીને ૧૩૯.૭૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચુકી છે.

જ્યારે ‘ડ્રીમ ગર્લ’ અભિનેતા આયુષ્માન ખુરાનાની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ હતી પરંતુ હવે આ તેમની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે અને ‘બધાઈ હો’ ના લાઈફટાઈમ કલેક્શનને પણ પાછળ છોડી દીધી છે જેને બોક્સ ઓફીસ પર કુલ ૧૩૭.૬૧ કરોડનો આંકડો પ્રાપ્ત કર્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, ‘ડ્રીમ ગર્લ’ એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલીફિલ્મ્સની પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ નું નિર્દેશન રાજ શાંડીલ્યે કર્યું છે અને તેમાં નુસરત ભરૂચા, અન્નુ કપૂર, મનજોત સિંહ, અભિષેક બેનર્જી, રાજેશ શર્મા, વિજય રાજ, નિધિ બિષ્ટ અને રાજ ભંસાલીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here