આજમગઢ વિમાન ક્રેશ: હરિયાણા ના તાલીમાર્થી હતા પાયલોટ કોણાર્ક શરણ, 21 વર્ષની ઉમર માં 135 કલાક ફ્લાઇટ ઉડાવવા નો અનુભવ હતો

0

ઉત્તરપ્રદેશ ના આજમગઢ જિલ્લા માં સોમવારે સવારે 11 વાગ્યે ક્રેશ થયેલા ચાર્ટર્ડ એરક્રાફ્ટ ના ટ્રેની પાયલટ કોણાર્ક શરણ નુ મૃત્યુ થયુ. તે હરિયાણા ના પલવલ જિલ્લા ના રહેવાસી હતા. અમેઠી જિલ્લા ના ફુરસતગંજ સ્થિત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમી માં પ્રશિક્ષણ લઈ રહ્યા હતા. ખરાબ વાતાવરણ ને કારણે એરક્રાફ્ટ ક્રેશ થવાને કારણે કોણાર્ક નુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયુ.

- chartered plane crash in azamgarh 1600681709
21 વર્ષ ના તાલીમાર્થી હતા પાઇલટ : કોણાર્ક શરણ

તાલીમાર્થી પાયલોટ કોણાર્ક શરણે આજે સવારે 10: 20 વાગ્યે અમેઠી જિલ્લાના ફુરસતગંજ ખાતે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમી (આઇજીઆરયુએ) થી એકલા તાલીમ માટે ટીવી -20 વિમાન થી ઉડાન ભરી હતી. તેમનુ વિમાન લગભગ 11:20 વાગ્યા ની આસપાસ ક્રેશ થયુ હતુ
આ દુર્ઘટનાને કારણે વિમાનના નાના ટુકડા થઈ ગયા અને કાટમાળ ઘણા ખેતરોમાં ફેલાઈ ગયો. પાયલોટનો મૃતદેહ વિમાનના કાટમાળથી આશરે 300 મીટર દૂર મળી આવ્યો હતો. ક્રેશ થવાનો અવાજ સાંભળી ને સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એસપી સુધીરસિંહ પણ ઘટના સ્થળ પર ધસી આવ્યા હતા.

આ પણ વાંચો -  ગુજરાત: વડોદરામાં પ્રચાર માટે ગયેલા ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ચપ્પલ ફેંકી, આરોપી યુવક ફરાર

- helicopter crash in azamgarh 1600672948

પોલીસે ટોળાને કાબૂમાં કરી મૃતદેહ ને બહાર કઢાવ્યો હતો. પોલીસે વારાણસી એરપોર્ટ નો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે વિમાન રાયબરેલી ની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમીથી સવારે 9 વાગ્યે ઉપડ્યુ હતું.વારાણસી સવારે 11 વાગ્યા સુધી એરપોર્ટ ના રડાર પર હતુ, ત્યારબાદ સંપર્ક તૂટ્યો હતો.

એસપી સુધીરકુમાર સિંહે કહ્યુ કે તે એક પ્રશિક્ષણ વિમાન હતું. રાયબરેલીના ફુરસતગંજથી ઉડ્ડયન ભરી હતી. ખરાબ વાતાવરણને કારણે સંપર્ક તૂટવા થી ક્રેશ થયુ. ટ્રેેેનિંગ પાઇલટે વિમાનમાં એકલા ઉડાન ભરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here