પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુકે કેદારનાથ અને બદ્રીનાથ ધામ નો વિકાસ આધ્યાત્મિક વાતાવરણ ને અનુરૂપ હોવો જોઇએ. તેમણે બદ્રીનાથ ને આધ્યાત્મિક મીની સ્માર્ટ સીટી બનાવવાનો સુજાવ આપ્યો.
તેમણે કહ્યુકે બન્ને ધામો પર્યટન સ્થળ રીતે નહીં પરંતુ તીર્થ સ્થળ ના રૂપ માં વિકસિત થવા જોઈએ. ત્યાં એટલી સુવિધા હોવી જોઈએ, જેટલી તીર્થયાત્રા માટે આવશ્યક છે. ત્યાંનો વિકાસ આધ્યાત્મિકતા વાતાવરણ ને અનુરૂપ હોય. આધ્યાત્મિક વાતાવરણ નો અહેસાસ થવો જોઈએ.
બુધવારે તેમણે વિડિઓ કોન્ફરન્સ દ્વારા બદ્રીનાથ માસ્ટર પ્લાન ના પ્રસ્તુતિકરણ અને કેદારનાથ પુનઃનિર્માણ કર્યો ની સમીક્ષા કરી. દેહરાદૂન ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત તથા અન્ય અધિકારી જોડાયા, દિલ્હી પીએમો ના મુખ્ય સચિવ ઓમ પ્રકાશ એ રજુઆત કરી. આ અવસર પર પર્યટન મંત્રી સતપાલ મહારાજ પણ હાજર હતા.
પ્રધાનમંત્રીએ બદ્રીનાથ ધામ ના માસ્ટર પ્લાન માં ત્યાં ના પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ને બનાવી રાખવા નિર્દેશ આપ્યા. તેમણે કહ્યુ કે બદ્રીનાથ ને મીની સ્માર્ટ આધ્યાત્મિક સીટી ના રૂપ માં વિકસિત કરવામાં આવે. તેમણે ઉત્તરાખંડ માં આધ્યાત્મિક હોમ સ્ટે તૈયાર કરવાનો પણ સુજાવ આપ્યો. તેમણે કહ્યુકે બંને ધામો પર પરંપરાઓ ની પાછળ વૈજ્ઞાનિક તથ્યો ને સ્પષ્ટ કરવા જરૂરી છે, જેથી તીર્થયાત્રી તેનુ મહત્વ સમજી શકે.
પીએમ નુ કહેવુ હતુ કે માન્યતાઓ તેમજ પરંપરાઓ પૂર્વજો ના પ્રસાદ સ્વરૂપ પ્રાપ્ત થઈ છે. તેના વાસ્તવિક અર્થ ને સમજવાની જરૂરત છે. તેમણે નજીક ના અન્ય આધ્યાત્મિક સ્થળો ને પણ તેની સાથે જોડવા કહ્યુ. બદ્રીનાથ ધામ ના પ્રવેશ સ્થળ પર વિશેષ લાઇટિંગ ની વ્યવસ્થા થાય જે આધ્યાત્મિક વાતાવરણ ને અનુરૂપ હોય. પ્રધાનમંત્રી એ કેદારનાથ ધામ ના પુનઃનિર્માણ કાર્યો ની પણ સમીક્ષા કરી. બદ્રીનાથ ના માસ્ટર પ્લાન નુ પણ પ્રસ્તુતિકરણ આપવામાં આવ્યુ.