કૈરીમિનાટી ના નામ થી પ્રખ્યાત યુટ્યુબર અજય નાગરે ટીવી ના વિવાદો થી ભરેલા રિયાલિટી શો ‘બીગબોસ’ ની 14 મી સિઝન માં પ્રતિયોગી ના રૂપ માં શામેલ થવા ની ના કહી છે. આ વિશે સોશ્યલ મીડિયા પર ખુદ કૈરીમિનાટી એ એક પોસ્ટ કરી જાહેર કર્યુ છે કે તે રિયાલિટી શો નો હિસ્સો નહીં બને.
I am not going in Bigg Boss!
Don’t believe in everything you read. 😐— Ajey Nagar (@CarryMinati) September 16, 2020
સાથેજ તેણે પોતાના પ્રશંસકો ને આગ્રહ કર્યો છે કે તેઓ તેના વિશે સાંભળવામાં આવતી વાતો પર ભરોસો ન કરે. થોડા દિવસો થી ચર્ચા છે કે દેશ માં યુટ્યુબ પર રોસ્ટિંગ ની દુનિયા નો બાદશાહ માનવામાં આવતો કૈરીમિનાટી અભિનેતા સલમાન ખાન ની હોસ્ટિંગ વાળા શો ‘બીગબોસ’ ના નવા સીઝન નો હિસ્સો બનશે
મીડિયા રિપોર્ટ્સ માં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તે મુંબઇ પહોંચી ચુક્યા છે અને ત્યાંની હોટલ માં કવારન્ટીન રખાયા છે. પરંતુ હવે બધી વાતો અફવા સાબિત થઈ ચૂકી છે. કૈરી એ ખુદે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખોટા સમાચારો અને તેની યુટ્યુબ ચેનલ અનસબ્સ્ક્રાઇબ કરી રહેતા તેના ફેન્સ માટે લખ્યુ, ‘ હું બીગબોસ માં નથી જઈ રહ્યો. તે બધી વાતો પર ભરોસો ન કરવો, જે તમે વાંચો છો.’
દેશ ના બીજા પણ મશહૂર યુટ્યુબર ભુવન બમ ને લઈને પણ છેલ્લા ચાર વર્ષો થી વારંવાર અફવા આવી હતી કે તે બીગબોસ ના ઘર માં ભાગ લેવાના છે. જોકે, અત્યાર સુધીમાં ભુવન શો ના કોઈ પણ સીઝન નો હિસ્સો નથી બન્યા. આ બુધવારે જ્યારે કૈરીએ બીગબોસ નો હિસ્સો ના હોવાની વાત કરી ત્યારે ભુવને તેના પર પ્રતિક્રિયા આપતા સોશ્યલ મીડિયા પર લખ્યુ, ‘તું આવતા વર્ષે પણ જઈશ. જેમ હું છેલ્લા ચાર વર્ષો થી જઈ રહ્યો છું.’ ભુવને આવુ કૈરી વિશે ઊડતી અફવા ને લીધે લખ્યુ.
I am not going in Bigg Boss!
Don’t believe in everything you read. 😐— Ajey Nagar (@CarryMinati) September 16, 2020
Tu next year bhi jaayega. Jaise main pichle 4 saal se jaa raha hoon..😂😂
— Bhuvan Bam (@Bhuvan_Bam) September 16, 2020
કૈરી ના બીગબોસ માં જવાના સમાચાર બાદ તેના પ્રશંસકો નારાજ થવા લાગ્યા હતા. આ દ્વેષ માં તેઓ કૈરી ની યુટ્યુબ ચેનલ પણ અનસબ્સ્ક્રાઇબ કરવા લાગ્યા. જોકે, હવે કૈરી એ ખુદે કહ્યુ કે તે બીગબોસ માં નથી જવાનો. હાલ માંજ આ શો ના રીલીઝ થયેલા પ્રોમો માં બતાવ્યુ હતુ કે તેની શરૂઆત ત્રણ ઓક્ટોબર થી ટીવી પર થવાની છે. તેના પ્રિમિયર ની શૂટિંગ શો ના હોસ્ટ સલમાન ખાન એક ઓક્ટોબર થી કરશે.