ગુજરાતમાં નવરાત્રીની ઉજવણીને લઈને સરકાર મૂંઝવણમાં મુકાઈ છે, પરંતુ ભાજપ અધ્યક્ષ પાટીલે બેફામપણે કહ્યું છે કે કોરોના રોગચાળામાં નવરાત્રિ ઉજવવી શક્ય નથી.ખુદ ભાજપ નુ નેતૃત્વ પણ તેના પક્ષમાં નથી. પાટિલે કેન્દ્રના ખેડુતો અને એપીએમસી બીલ પર પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન આ વાત કહી હતી. પાટિલે કહ્યુ કે વિરોધી પક્ષો ખેડૂતને લગતા બીલો પર દેશને ગુમરાહ કરી રહ્યા છે.
ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલે કહ્યું છે કે કોરોના રોગચાળાને કારણે ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર શક્ય નથી અને તેઓ પોતે પણ નવરાત્રી આયોજીત કરવાના પક્ષમાં નથી. જોકે પાટિલે કહ્યુ હતુ કે શું નવરાત્રીનો તહેવાર કોરોના રોગચાળાની વચ્ચે થઈ શકે છે, તેનો યોગ્ય જવાબ ડોકટરો, નિષ્ણાંતો અને સરકાર આપી શકે છે પરંતુ તેઓ વ્યક્તિગત રૂપે નવરાત્રી ના આયોજન કરવાના પક્ષ માં નથી.
નોંધપાત્ર વાત એ છે કે અધ્યક્ષ બન્યા પછી, ગુજરાતમાં જનસંપર્ક માટે નીકળેલા પાટિલ કોરોના સંક્રમિત થયા હતા. સ્વસ્થ થયા બાદ તે હોમ કવોરંટાઇન છે. એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં પાટિલે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ખેડુતો અને એપીએમસી બિલ ખેડૂતોને આર્થિક મદદ કરશે, તેઓ ગમે ત્યાં તેમનો પાક વહેંચવા માટે સ્વતંત્ર રહેશે. પાટિલે સ્પષ્ટતા પણ કરી હતી કે સરકાર લઘુતમ ટેકાના ભાવ વ્યવસ્થા નો અંત લાવી રહી નથી.
ચર્ચા દરમ્યાન વિરોધ અંગે પાટિલે કહ્યુ કે વિરોધી પક્ષો તેમના રાજકીય લાભ માટે આ બિલનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.પાટિલે કહ્યુ હતુ કે, ખેડુતો તેમના નાણાકીય હિત માટે વેપારીઓ સાથે સીધો સંપર્ક કરી શકે છે, આ મધ્યસ્થીઓ અને એજન્ટોની વ્યવસ્થાને સમાપ્ત કરશે. પાટિલે કહ્યુ કે આ બીલ માં સીધા રોકાણની કે એફડીઆઈની કોઈ વ્યવસ્થા નથી.
દેશના વિવિધ રાજ્યોમાં થયેલા વિરોધ પ્રદર્શન અંગે પાટિલે કહ્યુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ બિલ અંગેની તમામ ગેરસમજો સ્પષ્ટ કરી છે. પાટિલે કહ્યુ કે સરકાર ખેડુતો અને વેપારીઓ વચ્ચેના એજન્ટોને ખતમ કરવા માંગે છે જેથી ખેડૂતને પાકનો સીધો લાભ મળી શકે.