લીસ્ટમાં ફ્રાંસની 4, અમેરિકાની 3 અને ચીન, નિધરલેંડ,જર્મની,કેનેડા ની 2-2 કંપનીઓ એ ઉપરાંત ભારત સહિત,સ્વીટજરલેંડ,ન્યૂજિલેંડ,ડેન્માર્ક અને જાપાનની એક એક કંપનીઓ શામેલ છે.
દેશના ઘર-ઘરમાં પોતાની ઓળખ ઊભી કરનાર અમુલ હવે દુનિયાભરમાં તેની ઓળખ મજબૂત કરવામાં સફળ થઈ રહી છે. 1946માં ખેડૂતોને તેના ઉત્પાદન માટે ઉચિત મૂલ્ય આપવાના પ્રયાસે અમુલ શરૂ કરવામાં આવ્યું હતું. અને જોતાં જોતાં આજ દુનિયાની 20 ડેરી બ્રાન્ડમાં શામેલ થઈ ગઈ છે. દુનિયાભરમાં સૌથી મોટી 20 ડેરી કંપનીઓમાં અમૂલે 16મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ વાત એ છે કે જો અબુલ એ જ રફતારથી આગળ વધશે તો તો જલ્દી ટોપ 10માં આવવાની પૂરી સંભાવના છે. આ રેન્ક વર્ષ 2019ના ટર્નઓવરના આંકડા ઉપર આધારીત છે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે અમુલ બ્રાન્ડનું પ્રબંધન કરે છે, 5.5 અરબ ડોલરના ટર્નઓવર સાથે અમુલ 16માં સ્થાને પંહોચી છે. 11 માં સ્થાનથી 15માં સ્થાન સુધી આવેલ કંપનીઓનું ટર્નઓવર 5.5 અરબ ડોલરથી 6.5 અરબ ડોલરની વચ્ચે છે. ત્યાં જ સૌથી પહેલા સ્થાને સ્વિટજ્ર્રલેન્ડની નેસ્લે કંપની આવી છે જેનું વર્ષીય ટર્નઓવર 22.1 અરબ ડોલર છે.