કારગિલ તો 84 દિવસમાં જીતી ગયા પણ પેન્શન માટે 19 વર્ષ જંગ લડી

0

પૂર્વ લાંસ નાયક સતવીર બાઉજીએ કારગિલ યુદ્ધના 21 વર્ષો બાદ તેનું દુખ સંભળાવતા કહ્યું કે ‘યુદ્ધના 19 વર્ષબાદ મને પેંશન મળવાનું શરૂ થયું અને એ પણ ત્યારે કે મે સરકાર સામે સાવજ ઉઠાવી અને પ્રદશન કર્યું , સંસદમાં સવાલ ઉઠાવ્યા અને રક્ષા મંત્રીને પત્ર કહ્યા. આટલું કર્યા બાદ તેમણે 19 વર્ષ બાદ પેન્શન મળવાનું શરૂ થયું હતું.

26 જુલાઇ એટ્લે કે આજે  21 વર્ષ પૂરા થયા  અને આજે આખો દેશ આજે વિજય દિવસ મનાવી રહ્યા છે અને શહીદોને નમન કરી રહ્યા છે.  કારગિલ યુદ્ધ દરમિયાન સૌથી દુર્ગમ એવા ટોલોલિંગ પહાડી પર જીત મેળવી હતી એવી બે રાયફલ્સ ટુકડીનો હિસ્સો રહી ગયેલા પૂર્વ લાંસ નાયક સતવીર બાઉજીએ તેમની વીરતાની કહાની સાંભળવી હતી ત્યારે એ ખૂબ જ ઉદાસ દેખાતા હતા. ઘાયલ થવા બાદ અને પછી સેનાથી રિટાયર થયા બાદ ઘાયલ સૈનિકોને લઈને સરકારની ઉપેક્ષાઑને લઈને એ ખૂબ જ દુખી નજર આવ્યા હતા.
- satvir bauji  300x173

આ પણ વાંચો -  ખેડૂત આંદોલન: સરકાર કાયદાઓ પર અડગ રહેશે, રાજનાથ-અમિત શાહ ખેડુતોની શંકા દૂર કરશે

એમને કહ્યું હતું કે સરકાર શહીદોના મંચ ઉપર જઈને બસ ફૂલ ચઢાવીને દેશભરના લોકોની નજરમાં ઊંચા બને છે પણ એમના મનમાં શહીદો માટે કોઈ જરા પણ માન કે આદર નથી હોતું. પૂર્વ લાંસ નાયક સતવીરને પોતાની પેન્શન મેળવવા સરકાર સામે 19 વર્ષ સુધી જંગ લડવી પડી હતી.

પૂર્વ લાંસ નાયક સતવીર બૌજી એ કહ્યું કે જે સૈનિકો યુદ્ધમાં બચી જાય છે એને સરકાર રડાવી રડાવીને મારી નાખે છે ત્યાં સુધી એ ઘાયલ સૈનિકોનું કોઈ પણ કામ થતું નથી. ન તો એ સૈનિકો માટે કે ના તો એમના પરિવાર માટે. ઘાયલ સૈનિકોનાં છોકરાઓને નોકરી પણ નથી મળતી. ઘાયલ સૈનિકોને કોઈ ખાસ સહાય નથી કરતાં એ સૈનિકો તેના તેનું ઘર નથી ચલવી શકતા તેના બાળકોની સ્કૂલની ફી પણ નથી ભરી શકતા. અને એ કારણે પૂર્વ લાંસ નાયક સતવીર બાઉજી ખૂબ જ નારાજ છે.

આ પણ વાંચો -  પગલા લેવામાં આવશે: સ્કૂલ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ફીના મુદ્દા પર ફોર્મ ભરતા રોકી શકશે નહીં: ડીઈઓ

એમને જણાવ્યુ કે અંતે થોડા ઘણા પૈસા મળ્યા અને એ પણ કેટલાય ધક્કા ખાધા પછી. પૂર્વ લાંસ નાયક સતવીર એ જણાવ્યુ કે જે યુદ્ધમાં ઘાયલ થઈ જાય છે એ પરિવાર માટે બોજો બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here