ડીકે શિવકુમાર અને ડીકે સુરેશના 14 સ્થળો પર સીબીઆઈ ની રેડ, 50 લાખની રોકડ મળી

0

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર અને તેમના સાંસદ ભાઇ ડી.કે. સુરેશના 14 સ્થળો પર દરોડા પાડી રહી છે. સીબીઆઈની ટીમે બેંગ્લોરના ડોડદલાહલ્લી, કનકપુરા અને સદાશિવ નગરમાં દરોડા પાડ્યા છે. કથિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ ના આ દરોડા ચાલી રહ્યા છે.

કનકપુરા વિધાનસભા મત વિસ્તારના ડોડદલ્લાહલ્લી ગામના ડી.કે.શિવકુમારના ઘરેથી આજે સવારે છ વાગ્યે સીબીઆઈનો દરોડો શરૂ થયો હતો. ડી.કે.શિવકુમાર વિધાનસભામાં કનકપુરા વિધાનસભા મત નુ પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તેમના ભાઇ ડી.કે. સુરેશ બેંગલુરુ રૂરલના સાંસદ છે. દરોડા પાડવામાં આવતા ઘરોમાં, શિવકુમારની નજીકના ગણાતા ઇકબાલ હુસેન નુ પણ નામ શામેલ છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે આ દરોડા દરમ્યાન સીબીઆઈની ટીમને 50 લાખ રૂપિયાની રોકડ મળી હતી. આ રોકડ અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તે દરમ્યાન ડીકે શિવકુમારના ઘરની બહાર સમર્થકોનુ ટોળુ એકઠુ થવા લાગ્યુ. તમામ લોકો દરોડા નો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો -  આ ચારે રાજ્યોથી મુંબઇ જતા મુસાફરો સાવધાન, મહારાષ્ટ્ર સરકારે 25 નવેમ્બરથી નવો નિયમ લાગુ કર્યો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ સીબીઆઈના દરોડા ની નિંદા કરી હતી. તેમણે કહ્યુ કે ભાજપે હંમેશા વેરના રાજકારણને ફેલાવવા અને લોકોનુ ધ્યાન હટાવવાનો પ્રયાસ કર્યો છે. ડી.કે.શિવકુમારના ઘરે સીબીઆઈનો દરોડો પેટા-ચૂંટણીઓ માટેની અમારી તૈયારીઓ પાટા પરથી ઉતારવાનો બીજો પ્રયાસ છે. હું આની નિંદા કરું છું.

નોંધપાત્ર વાત એ છે કે સીબીઆઈએ કર્ણાટક સરકારના તત્કાલીન પ્રધાન ડી.કે.શિવકુમાર અને અન્ય લોકો સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો છે. આજે સીબીઆઈની ટીમ કર્ણાટકના 9, દિલ્હીમાં 4, મુંબઇમાં એક સહિત 14 સ્થળો પર દરોડા પાડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here