એક ફોન આવ્યો અને મીઠાઈની દુકાનવાળો બની ગયો કરોડપતિ, આવી રીતે ખૂલી કિસ્મત

0

એક ફોન આવ્યો અને મીઠાઈની દુકાનવાળો કરોડપતિ બની ગયો. કઈક આવી રીતે ખૂલ્યું તેની કિસ્મતનું તાળું કે જાણીને રહી જશો તમે પણ હેરાન. ઉપરવાળો જયરે આપે છપ્પર ફાડીને આપે. આવુ જ કઈક ધર્મપાલ અને દેવીલાલ સાથે થયું છે.

સિરસાના રહેવાસી અને પંજરત્ન સિનેમા સામે જેમની એક નાની મીઠાઇની દુકાન છે એવા ધર્મપલ અને દિવેલાલે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેઓ અચાનક કરોડપડતી બની જશે. એમને પંજાબ સ્ટેટ લોટરી રાખી બમ્પર ની ટિકિટ ખરીદી હતી અને તેના પ્રથમ પુરસ્કારરૂપે તેઓ દોઢ કરોડ રૂપિયા જીતી  ગયા છે. એ પહેલા પણ ત્યના શાકભાજીની રેકડી રાખીને ઊભા રહેતા એક વ્યક્તિને આ લોટરી લાગી હતી.

પ્રેમ સ્વીટ્સના સંચલાક એવા બંને ભાઈઓ એ જણાવ્યુ કે એમને એક અઠવાડીયા પહેલા એક એજન્ટ પાસેથી રાખી બમ્પર લોટરીની પાંચ ટિકિટ ખરીદી હતી. એ પછી થોડા દિવસો બાદ એ એજન્ટ ફરી આવ્યો અને કહ્યું કે એક છેલ્લી ટિકિટ બચી છે એ પણ તમે ખરીદી લો ને.  અને અમે એ ટિકિટ પણ ખરીદી લીધી. અને એ અંતિમ ટિકિટ ઉપર જ અમને દોઢ કરોડ રૂપિયાનું ઈનામ નિકળ્યું. જ્યારે એ એજન્ટે અમને  ફોન કરીને જણાવ્યુ કે અમને દોઢ કરોડનું ઈનામ નિકળ્યું છે તો પહેલા તો અમને તેના ઉપર વિશ્વાસ જ ન આવ્યો. અને એ પછી અમાઋ ખુશીનું ઠેકાણું ન રહ્યું.

આ પણ વાંચો -  પીએમ મોદી સંવિધાન દિન પર આજે રાષ્ટ્રને સંબોધન કરશે, વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરશે

બંને ભાઈઓએ જણાવ્યુ કે હવે અમે અમારા બાળકોને સારી શાળામાં ભણાવશુ અને સાથે જ જે ગરીબ લોકો હશે એમની મદદ પણ કરીશું .

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here