કોઈ મહામારીથી ઓછી નથી આ ચિકનગુનીયાની બીમારી- ફરી ફેલાઈ રહી છે આ બીમારી જુઓ એના લક્ષણો અને બચાવના ઉપાય

0

ચિકનગુનીયા એક એવી બીમારી છે જે પહેલી વખત આફ્રિકા દેશના તંજાનીયામાં ફેલાઈ હતી પણ હવે આ બીમારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ હતી અને આ બીમારીને  કારણે હજારો લોકો દર વર્ષે મરી રહ્યા છે. જો કે કોરોના વાઇરસની જેમ જ આ બીમારી પણ એક વાઇરસને કારણે ફેલાઈ છે પણ આ વાઇરસ વ્યક્તિના શરીરમાં એક મચ્છરને કારણે પ્રવેશી શકે છે.

- aedes aegypti

ચોમાસાની ઋતુ આવી ગઈ છે અને આ ઋતુમાં સૌથી વધુ મચ્છરો ફેલાતા હોય છે. અને ખાસ આ સમયે લોકોએ કોરોનાની સાથે સાથે ચિકનગુનીયા વિષે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એ સાથે સાથે જ વાઇરસથી ફેલાવવાવાળી બીજી બીમારી જેવી કે ડેંગ્યુ જેવી બીમારીનો હજુ સુધી કોઈ ઈલાજ શોધાયો નથી. આ વાઇરસ સામે હજુ કોઈ રસી બની નથી.

- chikuguya 678x381

કઈક આવા હોય છે ચિકનગુનીયાના લક્ષણો. અચાનક જ તાવ આવી જવો, શરીરમાં દુખાવો થવો, માથાનો દુખાવો તેમ જ થાક ઉપરાંત ચામડીમાં લાલ ડાઘા થવા.

ઘણી વખત ચિકનગુનીયાથી પીડિત દર્દીઓ પૂરી રીતે સાજા થઈ જાય છે પણ ઘણા મહિના સુધી તેમના હાથ-પગમાં દુખાવો રહે છે. એ સિવાય ઘણી વખત દર્દીઓને આંખ અને હ્રદય સંબંધી સમસ્યા પણ થઈ શકે છે. ઉપરાંત હાઇ-બીપીની સમસ્યા પણ થઈ શકે છે.

- 5thingsyoune

ચિકનગુનીયાથી સંકર્મિત વ્યક્તિઓમાં થોડા લક્ષણો બીજી બીમારીઓ જેવી કે ડેંગ્યુ કે કોરોનાના લક્ષણોથી પણ મળી શકે છે. ચિકનગુનીયાના લક્ષણોને ક્યાંક ડેંગ્યુ કે કોરોનાના લક્ષણો ન સમજી લેતા અને આવા સમયે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

ચિકનગુનીયાથી બચવા માટે તમારી આસપાસ સફાઈ રાખો અને પોતાની જાતને  મચ્છરથી બચાવો. ઉપરાંત તળેલ અને તીખું ખાવાથી બચો.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here