દુનિયા ના 70 ટકા રમકડા પર ચીન નુ વર્ચસ્વ, ભારત ની હિસ્સેદારી એક ટકા થી પણ ઓછી

0

બાળકો માટે રમકડા ના બજાર નો વધારો કરવા અને વિદેશી રમકડા પર નિર્ભરતા ઓછી કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ મન ની વાત માં દેશ ને રમકડા નો હબ બનાવવાની વાત કહી. તેવુ એટલા માટે કેમકે ભારત માં જે રામકડાઓ વહેંચાય છે, તેમાં 65-75 ટકા ચીન થી આયાત થાય છે.

chinese imports: With tougher norms, importing toys no longer a child's  play - The Economic Times  - untitled 17
આઈબીઆઈએસ વર્લ્ડ ના રિપોર્ટ પ્રમાણે દુનિયા ના 70 ટકા રમકડા ચીન ના બનેલા હોય છે, તેથી ચીન નો ભારત જ નહીં પરંતુ દુનિયા પર દબદબો છે. જોકે ભારત નો હિસ્સો 0.5 ટકા છે, જે ખૂબ ઓછો છે. ચીન નુ વર્ચસ્વ એટલા માટે વધારે છે કેમકે તેણે રમકડા ના ઉત્પાદન નો વધારો કરવા એક અલગ નીતિ બનાવી છે.
ચીન માં 14 પ્લગ ઇન ટોય સેન્ટર બનાવવા માં આવ્યા છે. આ કેન્દ્રો માં જઈને કોઈ પણ વેપારી પોતાનો વેપાર શરૂ કરી શકે છે. જોકે કેન્દ્ર સરકાર તરફ થી છેલ્લા થોડા વર્ષો માં એવા પગલા લેવામાં આવ્યા છે, જે રમકડા બનાવવા વાળી કંપનીઓ માટે નડતરરૂપ બન્યા છે.

આ પણ વાંચો -  યુપી પછી, હરિયાણા સરકાર લવ જેહાદ પર પણ કાયદો ઘડશે, અનિલ વિજે કહ્યું - યોગી જિંદાબાદ

Toys Made in China – Fashion dresses  - toys 2079235b

સ્વદેશી ને વેગ આપવા અને વિદેશી રમકડા ને રોકવા માટે સરકાર દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. સરકારે આ વર્ષે ફેબ્રુઆરી માં રમકડા આયાત દરો માં 200 ટકા ની વૃદ્ધિ કરી. તેના સિવાય એક સપ્ટેમ્બર થી આયાત થવા વાળા રમકડા પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના નિયમો લાગુ કર્યા છે.

આ નિયમ એ રમકડા પર લાગુ થયા છે, જે 14 વર્ષ થી ઓછી વય ના બાળકો માટે બન્યા હોય. આ નિયમ મુજબ આયાત કરેલા રમકડા ની ગુણવતા ની તપાસ માટે દરેક ખેપ માં થી કોઇ પણ સેમ્પલ લેવામાં આવશે. જો રમકડા ની ગુણવતા માપદંડો પ્રમાણે નહીં હોય તો તેનો નાશ કરવામાં આવશે અથવા પૂર્ણ ખેપ પાછી મોકલી આપવામાં આવશે.

Toys R Us eyes China expansion over three years - Chinadaily.com.cn  - 5d004a68a3101765669e715a

જોકે વિદેશી રામકડાઓ બાળકો ના ઉપયોગ માટે ઉચિત નથી હોતા. તેમાંથી 67 ટકા રમકડા બાળકો ના સ્વાસ્થ્ય માટે નુકશાનકર્તા હોય છે. ભારતીય ગુણવતા પરિષદે વર્ષ 2019 માં અલગ-અલગ કેટેગરી માટે 121 રમકડા ની તપાસ કરી. આ રામકડાઓ માં પ્લાસ્ટિક, લાકડુ, સોફ્ટ ટોય, મેટલ થી બનેલા રમકડા, ઇલેક્ટ્રિક રમકડા સહિત બીજા ઘણા પ્રકાર ના રમકડા તપાસવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -  ગુજરાતના રાજકોટની કોવિડ સેન્ટર હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ 5 લોકોનાં મોત

તેમાં થી 67 ટકા રમકડા સુરક્ષા માપદંડ ની બધી તપાસ માં અસફળ રહ્યા, 30 ટકા પ્લાસ્ટિક ના રમકડા સુરક્ષા ના માપદંડ પર ખરા ન ઉતાર્યા અને 75 ટકા ઇલેક્ટ્રિક રમકડા મિકેનિકલ સ્તર પર ફેઈલ થયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here