CM રૂપાણી દ્વારા દિવ્યાંગો માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમજ લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટની સારવાર – સહાયની મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય.

0
38

ખાસ કિસ્સામાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા.૭.૫૦ લાખ, લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા.૭.૫૦ લાખ, હાર્ટ અને લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. ૧૦ લાખની સહાય કરવાની જાહેરાત

આ મેસેજ વધુ ને વધુ ગ્રુપમાં ફોરવર્ડ કરો, જેથી જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઇ શકે

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હૃદય અને ફેફસાનાં ટ્રાન્સપ્લાન્ટ તથા હાર્ટ અને લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટનાં રોગની સારવાર માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મહત્તમ સારવાર – સહાય અથવા મુખ્યમંત્રીના રાહત ફંડની કાર્યવાહક સમિતિ નકકી કરે તે મુજબની સારવાર – સહાય જરૂરિયાતમંદ દર્દીઓને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જેમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા.૭.૫૦ લાખ, લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા.૭.૫૦ લાખ, હાર્ટ અને લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. ૧૦ લાખની સારવાર – સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં મુખ્યમંત્રીનાં રાહત ફંડમાંથી ચાર ગંભીર પ્રકારની બીમારીના ઓપરેશન માટે સહાય કરવામાં આવે છે. ત્યારે દિવ્યાંગો માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમજ લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટની સારવાર – સહાયની મર્યાદામાં વધારો કરવાનો સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીનાં રાહત ફંડમાંથી કુદરતી આપત્તિમાં અસરગ્રસ્તોને સહાય કરવામાં આવે છે. જેમાં શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિઓને કેન્સર, હૃદય, કિડની, લિવર અને ફેફસાંના ગંભીર રોગોવાળા દર્દીને સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત રૂપાણી સરકાર દ્વારા હૃદય, ફેફસાંનાં ટ્રાન્સપ્લાન્ટ માટે ખાસ કિસ્સામાં સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યનાં મહેસૂલ વિભાગ દ્વારા ૫ નવેમ્બર ૨૦૧૯નાં રોજ ઠરાવ પસાર કરીને ખાસ કિસ્સામાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દિવ્યાંગોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા.૭.૫૦ લાખ, લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા.૭.૫૦ લાખ, હાર્ટ અને લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. ૧૦ લાખની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ અંગે એક પરિપત્ર જાહેર કરીને સરકારનાં વિવિધ વિભાગો અને અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી રાહત ફંડ સમિતિ દ્વારા નકકી કરવામાં આવેલી સહાય-સારવાર મેળવવા માન્ય સરકારી હોસ્પિટલમાં ઓપરેશનના ૧૫થી ૨૦ દિવસ પહેલા મુખ્યમંત્રી રાહત ફંડમાં અરજી કરવાની હોય છે. વધુમાં આ સહાય માટે જે-તે વિસ્તારના ધારાસભ્યનો સંપર્ક કરીને તેમના લેટરપેડ મારફત જરૂરી નિયત નમૂનામાં આધાર પુરાવા સાથે અરજી કર્યા બાદ દર્દીના અથવા દર્દીના નજીકના સબંધીના મોબાઈલમાં જાણકારી માટે મેસેજની સુવિધા ઉભી કરવામાં આવી છે. ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર ગંભીર પ્રકારની બીમારીના ઓપરેશન માટે સહાય કરવામાં આવે છે. ત્યારે દિવ્યાંગો માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમજ લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટની સારવાર – સહાયની મર્યાદામાં વધારો કરવાનો સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે. આ ફંડમાંથી શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યકિતઓને કેન્સર, હાર્ટસર્જરી તથા કીડનીના રોગો તથા લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવા ગંભીર પ્રકારના રોગોવાળા દર્દીઓની સારવાર માટે સહાય આપવાનું ધોરણ અમલમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here