‘કોમેડી કિંગ’ તરીકે પ્રખ્યાત કપિલ શર્મા નુ ઘર છે ખૂબજ શાનદાર, જુઓ અંદર ની તસ્વીરો
કપિલ શર્માએ ટીવી પર કોમેડી ની નવી પરિભાષા ઘડી છે. એક નાના શહેર થી આવી કપિલ શર્મા એ ના ફક્ત ઇંડસ્ટ્રી માં પોતાની ઓળખ બનાવી પરંતુ આજે તેની ગણના ટીવી ના સૌથી મોંઘા કોમેડી સ્ટાર માં થાય છે. હાલમાં જ કપિલ નુ નામ ફોર્બ્સ ના સૌથી મોંઘા સેલિબ્રિટી ની લિસ્ટ માં શામેલ હતુ. મુંબઈ માં કપિલ નુ શાનદાર ઘર છે જ્યાં તે પોતાની પત્ની, દિકરી અને માં સાથે રહે છે. તો ચાલો કપિલ ના ઘર ની અંદર ની તસ્વીરો બતાવીએ.
જાણકારી પ્રમાણે , ટીવી પર તેના શો ના એક એપિસોડ માટે કપિલ શર્મા 80 થી 90 લાખ રૂપિયા લે છે. તેના સિવાય તે ઘણી બ્રાન્ડ નો પ્રચાર કરે છે. લકસરી કાર સિવાય કપિલ એ રિયલ એસ્ટેટ માં પણ ઇન્વેસ્ટ કરેલુ છે.
કપિલ શર્મા પાસે મુંબઈ સિવાઈ પંજાબ માં પણ ઘણી પ્રોપર્ટી છે. પંજાબ માં તેના ગૃહનગર માં એક આલીશાન બંગલો છે. મુંબઈ થી સમય મળે ત્યારે કપિલ તેના ઘરે પંજાબ જતા રહે છે.
કપિલ નુ ઘર મુંબઈ ના અંધેરી વેસ્ટ માં છે. તે પોતાના એપાર્ટમેંટ થી ફોટોસ અને વિડિઓસ લેતા રહે છે. તેની બાલ્કની માં વૃક્ષો લાગેલા છે અને કાચ ની પેનલ બનેલી છે.
કપિલ શર્મા અને ગાયક મીકા સિંગ પાડોશી છે. જનતા કરફ્યુ દરમ્યાન કપિલે મીકા સાથે બાલ્કની માં પર્ફોર્મન્સ પણ કર્યુ હતુ. તેનો વિડીયો તેણે પોતાના ઇનસ્ટાગ્રામ માં મૂક્યો હતો.
કપિલે પોતાના ઘર ના ઇંટેરિયર પર પણ ઘણુ ધ્યાન આપ્યુ છે જ્યાં તેણે વોલઆર્ટ નુ કામ કરાવ્યુ છે. તેણે વોલ કલર અને ફર્નિચર ને રેટ્રો લૂક આપ્યો છે.
2016 માં કપિલ શર્મા ટીવી થી બ્રેક લઈ ને પંજાબ સ્થિત પોતાના ગૃહ નગર ગયા હતા જ્યાં તેમણે એક ફિલ્મ ની શૂટિંગ કરી હતી. તે દરમ્યાન કપિલે પોતાના બંગલો ની ઘણી તસ્વીરો પોસ્ટ કરી હતી.