જમ્મુ ની ત્રણ દિવસ ની યાત્રા ના છેલ્લા દિવસે સીમા સુરક્ષા બળ (બીએસએફ) ના મહાનિર્દેશક રાકેશ અસ્થાના એ રાજૌરી અને પૂંછ સેક્ટર માં નિયંત્રણ રેખા (એલઓસી) નો પ્રવાસ કર્યો. તેમણે બળ ની સીમારક્ષા ની પહેલી હરોળ માં ઊભા રહેવાની વાત પૂનરાવર્તિત કરતા કહ્યુ, ‘ચીન અને પાકિસ્તાન આપણા વિરુદ્ધ યોજના બનાવી રહ્યા છે.’
સેના પાસે 744 કિલોમીટર લાંબી એલઓસી ની પરિચાલન કમાન છે પરંતુ બીએસએફ ને સેના ની સહાયતા માટે મુકવામાં આવેલ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, એક આધિકારિક પ્રવકતા એ કહ્યુ, ‘પોતાની યાત્રા ના ત્રીજા દિવસે રવિવારે બીએસએફ ના મહાનિર્દેશક, રાકેશ આસ્થાના એ પૂંછ અને રાજૌરી સેક્ટર માં અલગ-અલગ રક્ષાસ્થાનો ની તપાસ કરી. તેની સાથે એસએસ પવાર, એડીજી(ડબલ્યુસી) અને બીએસએફ ના આઇજી, જમ્મુ ફ્રંટિયર, એનએસ જામવાલ હતા.’
ઓપરેશનલ તૈયારીઓ અને સ્થિતિ વિષે ડીજી ને ડીઆઇજી રાજૌરી આઇડી સિંહ અને એલઓસી ના ફિલ્ડ કમાંડરો એ જાણકારી આપી. વર્ચસ્વ બનાવી રાખતા સૈનિકો દ્વારા ઉપયોગ માં લેવાયેલા ઉપાયો ને વધાવતા મહાનિર્દેશકે સુરક્ષા ચૂનોતીઓ ને વધુ પ્રભાવશાળી રીતે પૂરી કરવા પર જોર આપ્યુ.
સુરક્ષા બળો વચ્ચે ઉત્કૃષ્ટ તાળ-મેળ ને જોતા, મહાનિર્દેશકે બધા રેંકો ને અનુશાસન અને વ્યવસાયિકતા ને ઉચ્ચ સ્તર પર બનાવી રાખવા કહ્યુ. તેમણે જમ્મુ માં બીએસએફ પલૌરા કેમ્પ માં સૈનિક સમ્મેલન ને પણ સંબોધિત કર્યું. આ દરમ્યાન તેમણે કહ્યુ કે, કેમકે પાકિસ્તાન અને ચીન ભારત વિરુદ્ધ યોજના બનાવી રહ્યા છે. તેવામાં સીમાઓ ની સુરક્ષા માટે બીએસએફ ની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ થઈ જાય છે.
પ્રવકતા એ ડીજી ના મધ્યમ થી કહ્યુ કે, ‘આ બધા માટે મહત્વપૂર્ણ સમય છે, કેમકે આપના બંને પાડોશી દેશ આપના વિરુદ્ધ યોજના બનાવી રહ્યા છે. તેથી આપણી ભૂમિકા હવે વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે કેમકે આપણે ભારતીય રક્ષા ની પહેલી પંક્તિ છીએ.’ તેમણે બીએસએફ જવાનો ના વખાણ કર્યા કે જે વિષમ પરિસ્થિતિઓ માં પણ ચોવીસે કલાક દેશ ની સીમા ની રક્ષા કરે છે.