દુનિયામાં ખૂબ જડપથી કોરોના વાઇરસ ફેલાય છે. આ વચ્ચે વૈજ્ઞાનિકો આ વાઇરસથી બચવાના ઉપાય અને વેક્સિન શોધી રહી છે. એક વાત રિસર્ચમાં જાણવા મળી છે કે સામાન્ય વ્યક્તિઓની તુલનમાં જે લોકો પહેલેથી કોઈ બીમારમાં ઘેરાયેલ હોય છે એમની માટે આ વાઇરસ વધુ ખતરનાખ સાબિત થાય છે.
સાથે જ એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઉમંર સંબંધિત આંખમાં મૈક્યુલર ડીજનરેશન પીડિતોમાં કોરોના સંક્રમણની સમસ્યા વધુ જોવા મળે છે. એ એક એવી બીમારી છે જેને કારણે આંખોની જોવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. અને એ બીમારી શરીરની ઇમ્યુનિટી પર સૌથી વધુ અસર કરે છે.
જે લોકો આ બીમારીથી પીડિત હોય છે એમના શરીરમાં ઇમ્યુનિટી ઓછી જોવા મળે છે. અને કોરોનાના આપણા શરીર પર વધુ અસર કરવા પાછળ આપણા શરીરની ઇમ્યુનિટી સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકોને મૈક્યુલર ડીજનરેશનથી પીડિત લોકો તુરંત કોરોના સંકર્મિત થાય છે એન તેમની મૃત્યુ થવાનો પણ વધુ ચાન્સ છે.
મૈક્યુલર ડીજનરેશન એ આંખની બીમારી છે. રેટિનાની વચ્ચે મૈક્યુલર સ્થિત થઈ જાય છે. મૈક્યુલા આંખની પાછળની તરફ એક સંવેદનશીલ એક પાતળી પરત હોય છે. મૈક્યુલાને કારણે આપણે આંખોથી સીધી રીતે જોઈ શકીએ છીએ.
મૈક્યુલર ડીજનરેશન જેમને થાય છે એમની આંખમાં મૈક્યુલા ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને સામેની વસ્તુ જાંખી દેખાય છે. વધુ પડતું મૈક્યુલર ડીજનરેશન વૃદ્ધોને થાય છે.