કોરોના કહેર – ભારતે તોડ્યો ફરી પોતાનો જ રેકોર્ડ, એક જ દિવસમાં 57 હજારથી પણ વધુ કેસ આવ્યા સામે કુલ કેસનો આંકડો પહોંચ્યો….

0
કોરોના કહેર – ભારતે તોડ્યો ફરી પોતાનો જ રેકોર્ડ, એક જ દિવસમાં 57 હજારથી પણ વધુ કેસ આવ્યા સામે કુલ કેસનો આંકડો પહોંચ્યો….
દેશમાં કોરોના સંક્રમણના નવા કેસે આજે ભારતમાં ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો. સાથે જ આજે મૃત્યુ આંક 36 હજારને પાર કરી ગયો છે. દેશમાં પહેલી વાર આજે 57,117 નવા કેસ સામે આવ્યા છે.
- unnamed file 300x225
છેલ્લા ત્રણ દિવસથી 24 કલાકમાં 50હજારથી વધુ નવા કેસ નોંધાય છે. જો કે સારી વાત એ છે કે સંક્રમણથી સાજા થઈને ઘરે પરત ફરવાવાળા લોકોની સંખ્યા લગભગ 11 લાખ જેટલી થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 1.93 કરોડ થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
- Coronavirus Reuters S 300x200
આજે સામે આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 764 લોકોના મૃત્યુ થયા છે. અને કારણે મૃત્યુનો આંકડો 36,511સુધી પહોંચી ગયો છે. દેશમાં કુલ કોરોના કેસની સંખ્યા 16,95,988 છે. જેમાંથી 5,65,103 લોકો કોરોના પોઝિટિવ છે. અને 10,94,374 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
- PTI02 07 2020 000137A 1594099603936 1594916007781 300x169
 છેલ્લા 24 કલાકમાં પહેલી વખત 6 લાખ 42 હજાર કોરોના ટેસ્ટ થાય છે.
આ પણ વાંચો -  ગોપાલ રાય કોવીડ -19 પોઝિટિવ: પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય કોરોના પોઝિટિવ, તેમણે ખુદ ટ્વીટ કરી માહિતી આપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here