અમેરીકામાં ટૌબેકો નામની કંપનીએ એપ્રિલમાં કહ્યું હતું કે તે એક વેક્સિન બનાવવા જઈ રહી છે, અને જલ્દી જ હ્યૂમન ટ્રાયલ માટે જશે. આ એક પ્રાયોગિક વેક્સિન હશે જે તંબાકુથી બનશે.
લકી સ્ટ્રાઈકર સીગરેટ બનાવવા વાળી આ કંપનીનો દાવો છે કે એ તંબાકુના પાંદડાંમાંથી નીકળતા પ્રોટીનથી વેક્સિન બનાવવામાં સફળ નીવડ્યા છે. સાથે જ એ કંપનીના ચીફ માર્કેટિંગ ઓફિસરે જણાવ્યુ કે એમને વેકસીન તૈયાર કરી લીધી છે અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન માં હ્યૂમન ટ્રાયલ માટે અરજી નાખી દીધી છે અને મંજૂરી પણ ખૂબ જલ્દી મળી જશે.
કંપનીનો એ દાવો છે કે એ લોકો જે રીતે વેક્સિન બનાવી છે એ બિલકુલ અલગ છે. એમને તંબાકુના છોડમાંથી પ્રોટીન નિકાળીને એને કોવિડ-19 વેક્સિનના જીનોમ સાથે મિક્સ કર્યું છે અને એ રીતે એમની વેક્સિન તૈયાર થઈ છે.
એ કંપની મુજબ એમને પારંપારિક રીત થી જેટલો સમય વેક્સિન બનાવવામાં લાગે છે એનાથી ઓછો સમય લાગ્યો છે અને એનો એક ફાયદો છે કે એ લોકો મહિનાઓ કરતાં તુરંત અઠવાડિયાઓ માં વેક્સિન તૈયાર કરી શકશે. જેથી જલ્દી ટ્રાયલ થઈને જલ્દી લોકો સુધી પંહોચે.
દુનિયામાં આજે બધા વૈજ્ઞાનિકો વેક્સિન શોધવામાં લાગ્યા છે એમાં આ તંબાકુથી બનેલ વેક્સિન સામે આવી છે અને એ કંપનીનો દાવો છે કે આગલા 6 મહિનામાં બધા લોકો પાસે વેક્સિન પંહોચી જશે.
WHO ના ચીફ સાઇંટિસ્ટ કહે છે કે આ સમયે આખી દુનિયામાં 24 વેક્સિન ઉપર ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે અને એમની સફળતાનો દર 10% જેટલો છે.