કોરોના અપડેટ- છેલ્લા 24 કલાકમાં દુનિયાના દરેક દેશ કરતાં આવ્યા ભારતમાં નવા કેસ સામે, કુલ આંકડો 21 લાખને પાર

0

દેશમાં કોરોના સંકર્મિત દર્દીઓની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64,399 કેસ સામે આવ્યા છે. આ સાથે કોલ દર્દીઓનો આંકડો 21,54,011 સુધી પંહોચ્યો છે. તેમ જ છેલ્લા 24 કલાકમાં 861 લોકો મૃત્યુ પામ્યા છે અને મૃત્યુનો આંકડો વધોને 43,379 સુધી પંહોચ્યો છે.

- e0a4a6e0a587e0a4b6e0a4ade0a4b0 e0a495e0a587 e0a495e0a58be0a4b0e0a58be0a4a8e0a4be e0a4aee0a4b0e0a580e0a49ce0a58be0a482 e0a495e0a587 5f2e3de6cc4dd 300x169

આ બધો વાતો વચ્ચે રાહતની વાત એ છે કે કોરોનાને માત આપીને સ્વસ્થ થવા વાળા દર્દીઓની સંખ્યા પણ ખૂબ જડપી વધી રહી છે. આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા બહાર પાડ્યા તેમાં 14,80,885 દર્દીઓ હવે પૂરી રીતે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જો કે હજુ 6,28,747 દર્દીઓ કોરોના પોજીટીવ છે.

- 20200713096L 300x218

 

ચિંતાજનક વાત એ છે કે આજે લગાતાર 11માં દિવસે કોરોના સંકર્મિત દર્દીઓનો આંકડો 50 હજારને પાર પંહોચ્યો છે. અને આજે ત્રીજો દિવસ છે જ્યારે આંકડો 60હજારને વટાવી ગયો છે. જ્યાં પહેલા દશ લાખ લોકોને સંકર્મિત થવામાં 110 દિવસ લાગ્યા હતા ત્યાં બીજા દશ લાખ લોકો 82 દિવસમાં જ સંકર્મિત થયા છે. ધીરે ધીરે ભારતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

- corona 0 2 300x183

ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ બહાર આવી રહ્યા છે. ત્યારબાદ તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને દિલ્લીમાં પણ સંકર્મિત  લોકોની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here