દુનિયામાં કોરોનાના કેસ દરરોજ વધતાં જાય છે છે અને ભારત એમાં હવે ધીરે ધીરે આગળ આવતું જાય છે જ્યાં શરૂઆતમાં 1 મહિનામાં 1 લાખ કેસ આવતા ત્યાં હવે દરરોજના કેસ એક લાખ સુધી પંહોચવામાં વધુ સમય નથી. અત્યાર સુધી ભારતમાં કુલ કોરોનાના કેસ 37લાખથી પણ વધુ છે.
ત્યાં સારી વાત એ છે કે સાજા થયેલ દર્દીઓની સંખ્યા પણ 29 લાખથી વધી ગઈ છે. આજે સામે આંકડા અનુસાર છેલ્લી 24 કલાકમાં 78,357 નવા કેસ સામે આવ્યા છે. 29,01,909 લોકો કોરોનાને માત આપીને ઘરે પાછા ફર્યા છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય ના અધ્યયન અનુસાર છેલ્લી 24 કલાકની અંદર 1,045 લોકોની મૃત્યુ થઈ છે અને હુલ મૃત્યુ આંકડો 66,333 સુધી પંહોચ્યો છે. દેશમાં અત્યાર સુધી 37,69,524લોકો કોરોના સંકર્મિત થઈ ચૂક્યા છે. જેમાંથી 8,01,282 લોકોનો ઉપચાર ચાલી રહ્યો છે.
છેલ્લી 24 કલાકમાં સાડા દશ લાખ કરતાં પણ વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
1 સપ્ટેમ્બર સુધી કુલ 4,43,37,201 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને ગઈ કાલે ફક્ત એક જ દિવસમાં 10,12,367લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત કોરોના વાઈરસના કેસ 1,310 નોંધાયા છે અને તેની સાથે જ રાજ્યમાં કુલ આંકડો 97,745 પર પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,131 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. હાલમાં રાજ્યમાં 15,796 કેસ સક્રિય છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કુલ 31,587 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 20,864 પોઝિટીવ કેસ નોંધાયા છે.