દિલ્હી: 15 વર્ષ ના પૌત્રએ દાદા ના ખાતા માં થી PUBG પર લુટાવ્યા 2 લાખ

0

કેન્દ્ર સરકારે મોબાઈલ એપ પબજી પર પ્રતિબંધ લગાવ્યો છે.હાલ માં જ પબજી નો નશો દિલ્હી ના એક કિશોર પર એવો ચઢ્યો કે તેને પોતાના દાદા ના ખાતા માં જ હાથ સાફ કર્યો. કિશોરે દાદા ના ખાતા માં થી 2 લાખ થી વધુ રકમ પબજી પર લુંટાવી નાખી.

SAMAA - Boy commits suicide after he's told to stop playing PUBG  - 20190406 212443

તેનો ખુલાસો ત્યારે થયો જ્યારે બીએસએનએલ ના રિટાયર્ડ પેંશનર દાદા ના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ખાતા માં થી 2500 રૂપિયા ડેબિટ થયા નો મેસેજ આવ્યો. ખાતા માં 275 રૂપિયા બચ્યા હોવાનો મેસેજ જોઈ ને દાદા ના હોંશ ઉડી ગયા. પીડિતે જ્યારે જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે તેના ખાતા માં થી બે મહિના માં પેટીએમ દ્વારા 2 લાખ 34 હજાર રૂપિયા ડેબિટ થયા છે.

Wallet empty money broke cash ,bankruptcy economic financial. | Premium  Photo  - wallet empty money broke cash bankruptcy economic financial 49570 61

પીડિતે તેના બાબત દિલ્હી પોલીસ માં ફરિયાદ કરી. પીડિતે આરોપ લગાવ્યો કે પૈસા ટ્રાન્સફર થવા નો તેના ફોન પર ઓટીપી પણ નથી મોકલાયો. દિલ્હી પોલીસે તપાસ કરી પેટીએમ આઈડી ધારક ને પકડ્યો. પેટીએમ આઈડી 23 વર્ષ ના પંકજ કુમાર ના નામ પર થી કેવાયસી થઈ હતી.

આ પણ વાંચો -  ફુગાવાનો ફટકો: જયપુરમાં એલપીજી સિલિન્ડર 50 રૂપિયામાં મોંઘુ થશે, આજથી તે 648 રૂપિયામાં મળશે

MP: Boy Dies After Playing PUBG | The Correspondent  - Galaxy M30 PUBG e1559278880174

પંકજે જણાવ્યુ કે તેના મિત્ર એ તેની પેટીએમ આઈડી અને પાસવર્ડ માંગ્યા હતા. તેણે કહ્યુ હતુકે તેની પેટીએમ આઈડી કેવાયસી નથી થઈ રહી. પંકજ ના પેટીએમ થી પબજી માટે ગૂગલ પ્લે ના ઘણા પેમેન્ટ કરવામાં આવ્યા હતા. તપાસ આગળ વધતા આ કારસ્તાની પીડિત ના પૌત્ર દ્વારા થયા નુ સામે આવ્યુ.

Elder Abuse: Our shocking secret  - freepressjournal 2F2019 06 2F75fb85a2 5feb 4f71 b875 26e91c842d21 2FW end June9 pg4 lead 1

સાઇબર સેલે જ્યારે આરોપો ના ઘેરા માં આવેલા પૌત્ર ને પકડી ને પૂછતાછ કરી તો તેણે અપરાધ કર્યા નુ સ્વીકાર કર્યુ. તેણે એ પણ જણાવ્યુ કે પૈસા ટ્રાન્સફર થયા બાદ તે ઓટીપી નો મેસેજ ડીલીટ કરી દેતો હતો, જેથી પૈસા ટ્રાન્સફર થયાની જાણકારી કોઈ ને ના મળે અને તે બેન્ક ખાતુ હેક કર્યા હોવાની બાબત લાગે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here