આ દર્દનાક કહાની સાંભળીને તમારી રૂહ ધ્રુજી ઉઠશે,પત્નીને સાંકળોથી બાંધીને કેટલાય મહિનાથી રાખી હતી ઘરમાં કેદ

0

દેશની રાજધાની દિલ્લીમાંથી એક એવી ખબર બહાર આવી છે જેને સાંભળીને તમારી રૂહ ધ્રુજી ઉઠશે. પૂર્વ દિલ્લીના ત્રિલોકપુરી એરિયામાં એક મહિલાના પતીએ તેને લીખંડની સાંકળોથી બાંધીને રાખી હતી. એ તેને માર પણ મારતો હતી એ ઉપરાંત તેને દૈનિક પ્રક્રિયા માટે બાથરૂમમાં પણ જવા નહતો દેતો.

32 વર્ષીય આ મહિલાના લગ્ન ને 11 વર્ષ થઈ ગયા છે અને તેના ત્રણ બાળકો છે. કહેવાય છે આ મહિલાના પતિની લોકડાઉન સમયમાં માનસિક સ્થિતિ બગડી ગઈ હતી દિલ્લી મહિલા આયોગની ટિમએ આ મહિલાને બચાવી અને તેને ઈલાજ માટે હોસ્પિટલ મોકલી છેઅને તેના પતિ સામે એફઆઈઆર દર્જ કરાઇ છે.

દિલ્લી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલિવાલએ જાણકારી આપી કે તેમની ટિમને ખબર પડી કે એક મહિલાને તેના પતિએ સાંકળથી બાંધીને મારપીટ કરતો હતો. જ્યારે મહિલા એના ઘરમાં જાંચ ટિમ પંહોચી ત્યારે એ મહિલા ઘરમાં બાંધેલી પડી હતી. એના કપડાં ફાટેલ હતા. મહિલાને જ્યાં બાંધીને રાખવામાં આવી હતી ત્યાં પંકો પણ નહતો અને ખુબ દુર્ગંધ આવતી હતી.

આ પણ વાંચો -  2 + 2 વાટાઘાટો: એલ.એ.સી. પર ચર્ચા કરવા માટે યુ.એસ.ના રાજ્ય સચિવ અને સંરક્ષણ પ્રધાન આજે ભારત પહોંચશે

આજુબાજુ પૂછપરછ કરવાથી ખબર પડી કે લગાતાર છ મહિના સુધી એ મહિલાને તેનો પતિ આવી રીતે ટોર્ચર કરતો હતો. સાથે જ આસપાડોશમાં બધા સાથે ખૂબ જ ખરાબ  વર્તન કરતો હતો. અને એ મહિલાનો પતિ એક લોટ દળવાની ચોકી ઉપર કામ કરે છે.

સ્વાતિ માલીવાલા એ આ આખી ઘટનાનો આખો વિડીયો ટ્વિટ કર્યો હતો. એમને  લખ્યું હતું કે,’ત્રિલોકપૂરીના ઘરમાં એક વ્યક્તિએ તેની પત્નીને ઘણા મહિનાઓ થી એક સાંકળમાં બાંધી રાખી હતી. મહિલાને આટલી ખરાબ રીતે મારતો અને ટોર્ચર કરતો કે એ મહિલાનું પણ માનસિક સ્વાસ્થ્ય પણ બગડી ગયું છે. એમની ટીમની થોડી છોકરીઓ એ મહિલાને છોડાવી છે. અને હાલ એ મહિલાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને તેના પતિ અમે એફઆઇઆર નોંધાવી છે.

આ પણ વાંચો -  દેશમાં કોરોના: સક્રિય કેસોમાં અત્યાર સુધીમાં બીજો સૌથી મોટો ઘટાડો, 28 હજાર 132 કેસોમાં ઘટાડો થયો હતો; અત્યાર સુધીમાં 79.45 લાખ ચેપ લાગ્યો છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here