દિલ્હી પોલીસ ની સ્પેશિયલ સેલે દિલ્હી દંગા ની સાજિસ રચવા ના મામલા માં 15 આરોપીઓ વિરુદ્ધ કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ 20 હજાર પાના ની છે. પોલીસે 20 લોકો ને ગિરફ્તાર કર્યા છે.
પોલીસે બધા 15 આરોપીઓ વિરુદ્ધ ગેરકાનૂની ગતિવિધિ રોકથામ કાનૂન, આઇપીસી અને આર્મ્સ એકટ ની ધારાઓ અંતરગત કેસ બનાવ્યા છે. સ્પેશિયલ સેલ દ્વારા દાખલ કરેલી ચાર્જશીટ માં ઉમર ખાલિદ અને શરલીજ ઇમામ નુ નામ નથી. તે બન્ને ને થોડા દિવસ પહેલા જ ગિરફ્તાર કરવામાં આવ્યા હતા તેથી તેનુ નામ પૂરક ચાર્જશીટ માં હશે.
દિલ્હી પોલીસ નો દાવો – ઉમર ખાલીદે કબૂલ કર્યુ કે દંગા સુનિયોજિત હતા
જેએનયુ ના ભૂતપૂર્વ છાત્ર ઉમર ખાલીદે દિલ્હી દંગા ની સાજિસ રચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દિલ્હી પોલીસ ના સ્પેશિયલ સેલ ની ગિરફત માં આવેલ ઉમર ખાલિદ ની પૂછપરછ માં આ વાત સામે આવી હતી.
પોલીસે ઉમર ખાલિદ ના મોબાઈલ ની ફોરેન્સિક રિપોર્ટ મંગાવી છે અને તેનુ વિશ્લેષણ કરી રહી છે. તેના મોબાઈલ માં 40 જીબી ડેટા દંગા ને સંબંધિત મળ્યા છે. તેણે કહ્યુકે એવા સંજોગ ઉભા કરવામાં આવ્યા હતા કે લોકો માં તકરાર થાય અને દંગા ભડકે. ઉમર ખાલિદ ના કહેવા પર વધુ માં વધુ મહિલાઓ ને આંદોલન સ્થળ પર એકઠી કરવામાં આવી હતી, જેથી પોલીસ બળ નો પ્રયોગ ન કરે.
તપાસ માં એ પણ સામે આવ્યુ છે કે ઉમર ખાલીદે પૂર્વ દિલ્હી ના ઘણા આંદોલન સ્થળ પર ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. તેના થી પ્રદર્શનકારીઓ ઉશ્કેરાયા હતા. ઉમર ખાલિદ ઘણા વોટ્સએપ ગ્રુપ માં જોડાયેલો હતો. તે ગ્રુપ દ્વારા દંગા ની ભૂમિકા તૈયાર કરતો હતો.
સ્પેશિયલ સેલે ઉમર ખાલિદ ને દસ દિવસ ની પોલીસ રિમાન્ડ માં રાખ્યો છે. પોલીસ ને તપાસ દરમ્યાન જાણવા મળ્યુ કે ઉમર ખાલિદ ડિસેમ્બર 2019 થી જ સીએએ તેમજ એનઆરસી ના વિરોધ માં દંગા ની સાજિસ રચવા માં લાગી ગયો હતો. લોકો નુ તેને સમર્થન મળ્યુ તો તેની હિંમત વધતી ગઈ.