ગણેશ ચતુર્થી- દરેક મનોકામના પૂરી કરતાં ઢાંકના ગણપતિને આ સમયે લોકો પત્ર લખીને વ્યક્ત કરી રહ્યા છે ઈચ્છાઓ

0

આજે ગણેશ ચતુર્થી છે અને સાથે જ કોરોના કલ પણ ચાલી રહ્યો છે એવામાં લોકો પોતાની આસ્થા ભગવાન પ્રત્યે ઓછી થવા દેતા નથી. રાજકોટમાં રહેતા લોકો ત્યાં આવેલ ઢાંકના ગણપતિને પત્ર લખી અને પોતાની ઈચ્છા જણાવી રહ્યા છે.

કોરોના મહામારી વચ્ચે બહાર નીકળવાનું તળીને લોકો પત્ર દ્વારા ગણપતિને પોતાની ઈચ્છા જણાવી રહ્યા છે. એવું માનવમાં આવે છે કે ઢાંકના ગણપતિ ત્યાં આવતા દરેક ભક્તની દરેક મનોકામના કરે છે પૂરી. ઢાંકના મંદિરે પૂજારી ભાવિકોના આવેલા પત્રો ગણપતિ દાદાને વાચી સંભળાવે છે.

કહેવાય છે કે જે લોકો પોતાની ઈચ્છા ગણપતિજી સુધી પંહોચાડે છે તેઓની દરેક ઈચ્છા જરૂરથી પૂર્ણ થાય છે. ઢાંકમાં આવેલ આ ગણપતિજીનું એક પૌરાણિક મંદિર છે.

- Ganesha Letters 300x200

મંદિરના પૂજારીએ જણાવ્યુ કે લોકો પોતાના લખેલ પત્રમાં પોતાની દરેક અલગ અલગ ઈચ્છાઑની પૂરતી કરવાની આશથી અંહિયા મોકલે છે. પત્રોમાં અલગ અલગ લોકોની અલગ અલગ ઈચ્છાઓ હોય છે. કોઈને નોકરી જોઈતી હોય તો કોઈને પરીક્ષામાં પાસ થવું હોય છે.

- ganesh temple dhank

મંદિરમાં આવેલ થોડા પત્રો વિશે અમે તમને જણાવી તો , એક વ્યક્તિએ લખીને મોકલ્યું હતું કે, ‘ હે, હે ગણપતિ બાપા અમને આશા છે કે તમે અમારી બધી મનોકામના પૂરી કરશો. અમારી મનોકામના સારી એવી નોકરી અને ધંધો કરવામાં સફળ રહીએ એવી છે. અમારી મનોકામના પૂર્ણ થયા બાદ અમે દિવ્યાંગ બાળકોને ખુશીથી ભોજન કરાવીશું.’
ત્યાં બીજા પત્રમાં લખ્યું હતું કે, ‘ હું પરીક્ષામાં ખૂબ સારા ક્રમાંકે ઉતીર્ણ થઈ છું એ બદલ ગણપતિબાપ્પાનો ખૂબ ખૂબ આભાર.’
‘અમારી ઘણી જ ઈચ્છાઓ પૂરી કરનારા ગણપતિ દાદાની જય હો. આ પત્ર એટલા માટે લખ્યો છે કે અમારા માટે આવનારા બધા જ સુખમાં તમારા આશીર્વાદ હોય, અને સદૈવ તમે અમારા ઉપર આશીર્વાદ બનાવી રાખજો.’

આવી રીતે અલગ અલગ લોકો પોતાની અલગ અલગ લાગણીઓ અને ઈચ્છાઓ પત્રમાં લખીને ગણપતિજી સુધી પંહોચાડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here