ગુજરાતના લોકપ્રિય સિંગર ધરા શાહને યુટ્યુબ દ્વારા સિલવર બટન આપી સ્ન્માનિત કરાયા

0

ધરા શાહ ગુજરાતના લોકપ્રિય યુટ્યુબર અને ગા‌યિકા છે અને તેમનું લોક-ગીત દિવસેને દિવસે લોકપ્રિય થતું જાય છે. તેઓ તેમની વર્સેટિલિટી માટે જાણીતા છે.

તાજેતરમાં, ધરાના યુટ્યુબ ચેનલ “ધરા પ્રભુદાસ શાહ” ના જ્યારે આ મહિનાની શરૂઆતમાં 1 લાખ સબ્સ્ક્રાઇબર્સ પૂર્ણ થયા ત્યારે યુટ્યુબ દ્વારા તેમને “સિલ્વર બટન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા છે.

“મણિયારો ગીત” ની વિશાળ સફળતા પછી ગુજરાતી લોક-સંગીતને નવી અને અલગ ઓળખ મળી છે. તે ગીત કાઠિયાવાડી કોયલ ધરા શાહે આપ્યુ છે.

ધરા શાહ ગુજરાતના જાણીતાં સિંગર અને યુટ્યુબર છે. જેમણે 2012થી યુટ્યુબની શરૂઆત કરી હતી. જ્યારે આજે તેમને યુટ્યુબ દ્વારા સિલવર બટન આપી સન્માનિત કરવામાં આવ્યા છે. ધરા શાહે ગુજરાતને હિટ ગીતો આપ્યા છે. જેમાં ખાસ કરીને કેસર, શ્રીનાથજી અને મણિયારો ગીતને દર્શકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

અમે તમને વ્યવસાયિક રૂપે જાણીએ છીએ, પરંતુ તમે સામાન્ય છોકરી તરીકે કેવા છો?

હું કહી શકું છું કે હું ભાવનાત્મક, મોજીલી અને સંવેદનશીલ છોકરી છું. મારા મિત્રો મને “કાઠી ભાઈ” એટલે કે ટોમ્બોય કહેતા હતા.

હાલમાં, રોક મ્યુઝિક ટ્રેંડિંગ છે તો પણ તમે ગુજરાતી લોક સંગીત કેમ પસંદ કર્યું?

હું માનું છું કે દરેક કલાકાર એક વિશેષ ગાયક છે અને એમ કે તેઓ ખૂબ ધન્ય છે અને ભગવાનની નજીક છે. મારુ ગુજારાતી લોક-ગીતને પસંદ કરવાનું કારણ એ છે કે હું વૈશ્વિક સ્તરે ગુજારાતી સંગીતનો પ્રસાર કરવા માંગુ છું અને વિશ્વભરમાં ગુજરાતી સંગીતની વિશિષ્ટતા અને વૈવિધ્યતાને બતાવવા માંગું છું. મારું ગીત આપણી સંસ્કૃતિને રજૂ કરે છે અને હું ગુજારાતી તરીકે માનું છું કે અઆપણી ગુજારાતી સંસ્કૃતિને રજૂ કરવું તે મારી ફરજ છે.

તમે તમારી યુટ્યુબની કારકિર્દીની યાત્રા ક્યારે શરૂ કરી?

મેં મારી યાત્રા 2012-13થી શરૂ કરી. તે સમયે મને યુટ્યુબ વિશે કોઈ ખ્યાલ જ ન હતો, મેં મારી સર્જનાત્મકતા બતાવવા માટે ચેનલ શરૂ કરી હતી.

તમને યુટ્યુબ ચેનલ શરૂ કરવા માટે કોણે પ્રેરણા આપી હતી?
યુટ્યુબમાં જોડાવવાની મારી પ્રેરણા “જોનિતા ગાંધી” છે, તે શાનદાર ગાયિકા છે.

શું તમે શરૂઆતના દિવસો દરમિયાન કોઈ મુશ્કેલી અનુભવી હતી?
હા, હું ખૂબ મુશ્કેલ અને પડકારજનક પરિસ્થિતીમાં હતી, કારણ કે તે સમયે કોઈને કવર ગીત વિશે ખ્યાલ જ ન હતો, મોટાભાગના લોકો તેનાથી અજાણ્યા હતા. તેથી, મારો એક મિત્ર દ્વારા મેં જીમ્મી દેસાઈ (સંગીત ભાગીદાર) અને ચિંતન મહેતા (ડિરેક્ટર) ને મળી, તેમણે મારા પર વિશ્વાસ કર્યો અને અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું, આજ સુધી અમે સાથે કામ કરી રહ્યા છીએ.

તમારી શૈક્ષણિક લાયકાત શું છે?

સ્કૂલીંગ કર્યા પછી, મેં 2003 માં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં બી.કોમ.ની પદવી પૂર્ણ કરી. સંગીતમાં રસ હોવાને કારણે, મેં 2007 માં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાંથી સ્નાતક થઇ અને 2009 માં મેં પર્ફોર્મિંગ આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (ગોલ્ડ મેડલિસ્ટ) ડિગ્રી મેળવી.

શું તમારું કુટુંબ તમને સપોર્ટ આપે છે?

ચોક્કસપણે, હું જે છું તેમના કારણે જે છું. મારું કુટુંબ અદભૂત અને સહાયક છે. મારા પપ્પા અને બહેન પ્રોફેશનલ સિંગર છે.

હાલમાં, તમને યુટ્યુબ સિલ્વર બટન મળ્યું છે તો તમને કેવું લાગ્યું?
તે અવિશ્વસનીય છે. મેં મારા ચેનલને મારા આવેગને કારણે કર્યુ હતું અને હવે સિલ્વર બટન મળ્યું એ મારા માટે મોટી સિદ્ધિ છે.

તમારી યુટ્યુબ ચેનલ કેવી રીતે અલગ અને મનોરંજક છે?
સાચું કહું તો, તમને મારી ચેનલ પર બધું જ મળી જશે. ભારતીય શાસ્ત્રીયથી ગુજરતી લોક-ગીત, અનપ્લગ્ડ‌ ગીતો, અંગ્રેજી સંગીત, વગેરે બધું જ છે.
તમારી તાજેતરની હિટ “મણિયારો” વિશે વાત કરીએ, તેની પાછળની પ્રેરણા શું છે?

“મણિયારો” એ એક ફેનની વિનંતીનુ ગીત છે. આ કોવિડની પરિસ્થિતિમાં આપણે બહાર નવરાત્રાની ઉજવણી નથી કરી, તેથી ચાહકોએ મને વિનંતી કરે કે કંઈક એવું બનાવો કે જે આપણે સાથે ગાઈએ અને રમીએ.
“મણિયારો” ની મહાન સિદ્ધિ એ ભાવનગર શાહી વારસો સંગ્રહમાં તેનું સ્થાન છે.

તમારો આગળનો પ્રોજેક્ટ શું છે?
હું વેબ સિરીઝનો એક ભાગ છું અને એક ફિલ્મમાં પ્લેબેક સિંગર છું. ઓરીજનલ્સમા પણ‌ ગાયક છું જ. તેથી થોડું વ્યસ્ત છું.

તમને મન ગમતો ખોરાક શું છે?
“ઘરનું ખાવાનું” હું એકલી જ રહું છું , તેથી જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે હંમેશાં “ભાખરી-શાક” જ ખાઉં છું.

તમે ફ્રી ટાઇમમાં શું પ્રવૃત્તિ કરો છો?
વિવિધ સંસ્કૃતિ, પેઇન્ટિંગના વિશે જાણવું મને ગમે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here